________________
જૈન રામાયણઃ ૨૪
રાક્ષસવંશ અને વાતરવંશ ભાગ-૧
જ રજોહરણની ખાણ “$તિ નિર્વેઢમાપક્વ, પ્રવ્રાના વ સ ? तपस्तीव्रतरं तप्त्वा, सिद्धिक्षेत्रमियाय च ॥१॥" “આ પ્રમાણે નિર્વેદને પામેલા તે ‘શ્રી શ્રીકંઠ' રાજાએ એકદમ જ દીક્ષા અંગીકાર કરી અને તીવ્ર તપ તપી તે સિદ્ધિક્ષેત્રમાં પધાર્યા."
| વિચારો કે શ્રી નંદીશ્વરદ્વીપે પહોંચેલા દેવતાઓ તો ત્યાં ને ત્યાં રહી અને શ્રી શ્રીકંઠરાજા મુક્તિએ પધારી ગયા, તો મનુષ્યની તાકાત કેટલી? “કાળા માથાનો માનવી શું ન કરે ?” એ કહેવત આવા-આવા પ્રસંગો માટે જ વપરાવી જોઈએ, કારણકે આવા પ્રસંગો જ એ કહેવતને સાર્થક બનાવનારા છે. અન્ય પ્રસંગો તો એ કહેવતને નિષ્ફળ કરવા સાથે કલંકિત કરનારા છે. શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરસ્વામીજી, ભગવાન્ શ્રી ગૌતમસ્વામીજી, શ્રી શ્રેણિક મહારાજા, મંત્રીશ્વર શ્રી અભયકુમાર અને કાલસૌકરિક કસાઈ, આ બધાએ માનવી હતા. પણ આપણે જોયું કે કોઈ તીર્થકરદેવ થઈને તો કોઈ ગણધરદેવ થઈને મોક્ષે ગયા કોઈ ક્ષાયિક સમકિતી થયા, તો કોઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં પહોંચ્યા ત્યારે કાલસૌકરિક સાતમી નરકે ગયો. આથી સ્પષ્ટ છે કે મનુષ્ય તો બહુ કરી શકે, પણ શું કરવું અને શું નહિ કરવું તેનો વિવેક કરવાનો છે.
શ્રી જૈનશાસનની એ માન્યતા છે કે બાલ્યકાળમાં સંસારથી છૂટી જવાય તો વધુ આનંદ એમ માને ન છુટાય તો આત્મા પોતે ઠગાયો સમજે.
આ વાત પહેલા પૂજયપાદ શ્રી આત્મારામજી મહારાજની સ્વર્ગતિથિની અત્રે થયેલી ઉજવણી પ્રસંગે પણ કહેવાઈ ગઈ છે કે પોતે ઠગાયેલો માને અને એવો અવસર આવવાની તક જુએ, તથા રક્ષક તૈયાર થાય ત્યારે માથે ધોળા વાળ આવે તે પહેલા નીકળે. ધોળા વાળ સૂચવે છે કે જવાની તૈયારી છે. તે વખતે પણ કંઈ ન થાય, એ કેટલી બધી બેદરકારી ? ઉત્તમ આત્માનો જન્મ પણ પ્રાય: એવા ઉત્તમકુળમાં હોય છે એ કુળોની