________________
प्राग्जन्मनी मया तेपे, तपोऽल्पं खलु तेन मे ।
नंदीश्वरार्हद्यानायां, नापूर्यत मनोरथः ११११ “ખરેખર, મેં પૂર્વજન્મમાં તપ ઘણું જ થોડું તપ્યું છે. તે જ કારણથી શ્રી નંદીશ્વર નામના દ્વીપમાં રહેલા શ્રી અરિહંતોની યાત્રાનો મારો મનોરથ પૂર્ણ ન થયો. અર્થાત્ જે રીતે ધર્મને આરાધવો જોઈએ એ રીતે ધર્મને આરાધ્યો નથી, એથી જ શ્રી નંદીશ્વરદ્વીપની યાત્રાનો મારો મનોરથ ફળ્યો નહિ.”
આ પ્રમાણેના વિચારથી શ્રીકંઠ' રાજાને નિર્વેદ થયો. નિર્વેદ, એ સમ્યત્વનું ત્રીજું લક્ષણ છે અને તેનું સ્વરૂપ આલેખતાં ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજ્યજી ગણિવરે ફરમાવ્યું છે કે
નારક ચારક સમભવ ઉભગ્યો, તારક જાણીને ધર્મ;
ચાહે નીકળવું નિર્વેદ તે, ત્રીજું લક્ષણ મર્મ વિચારો કે મહાપુરુષો ગમે તેવાં નિમિત્તોને વૈરાગ્યજનક કેવી રીતે બનાવે છે ? ખરેખર જ, મહાપુરુષોની વાત જ કોઈ જુદી હોય છે. ખરેખર, શુભ સંસ્કાર, સામગ્રી, સહવાસ અને શુદ્ધ મનોવૃત્તિનાં જ એ ફળ હતાં. ‘એ ગયા ને હું નહિ ? ખરી વાત, એમણે પૂર્વે આરાધના કરેલી અને મેં નહિ કરેલી. હજી મનુષ્ય તો છું ને ? ખરેખર, સંયમ જુદી ચીજ છે. બંધનમાં પડેલો આત્મા કદીપણ ધાર્યું કરી શકતો નથી. હવે મારે શું કરવું જોઈએ ? દેવતા નંદીશ્વરે ગયા, પણ હું ક્યાં જાઉં ? એ પોદ્ગલિક બળવાળા છે, મારામાં એટલું બળ નથી, પણ આત્મા તો સ્વાધીન છે ને ? નંદીશ્વર ગયા વગર, જેને માટે નંદીશ્વર જવું છે ત્યાં કેમ ન પહોચું ? જે કાર્ય મારા સ્વાધીનનું છે તે કેમ ન કરું ? દેવતાએ નંદીશ્વર શા માટે જવાનું? કર્મક્ષય થાય એ જ હેતુ છે ને ? હું પણ પ્રભુના સંયમનું આરાધન કરી ઝટ મુક્તિપદે પહોંચે !' શ્રીકંઠ રાજાએ ક્ષણમાં એવો ઉત્તમ માર્ગ શોધ્યો કે જેના યોગે ધાર્યું કામ નીકળી જાય! આ દેવતાઓની ઈર્ષ્યા નહિ, પણ હરીફાઈ. એ તો હોવી જ જોઈએ અને એ હોવાના પરિણામે
'રામાયણ એટલે દીક્ષાની ખાણ...૨
રાક્ષશવંશ
૨૩ અને વાનરવંશ
(