________________
હવે વિચારો કે શ્રીમાલા પોતાને ઈષ્ટ લાગે તેના કંઠમાં વરમાળા આરોપે, એથી ગુસ્સે થવું એ ઉચિત છે? નથી જ. છતાંપણ લાલસા ઉચિત અનુચિત કશું જ જોતી નથી. એથી જ ભ્રકુટી ચઢાવી તે બોલ્યો કે ‘આ બધા અન્યાયી રાજાઓ છે, ચોટ્ટાની જેમ વૈતાઢયથી હાંકી કાઢેલા છે, તો એ દુષ્ટોને આમંત્રણ કર્યું કોણે ? એમને તો પશુની પેઠે મારી નાખવા જોઈએ. પણ એ પ્રમાણે બોલતાં એ ખબર ન રહી કે જેની કન્યા વરી તે તો એને સહાય કરશે. તેમ કિષ્ક્રિધિ પણ કાંઈ નબળો ન હતો.
ભાવના સુંદર તેનું પરિણામ પણ સુંદર જે કુળોમાં ઉત્તમ આત્માઓ ઉત્પન્ન થાય તે કુળો, તેના પૂર્વજો અને તેની આખીએ પરંપરા કેટલી ઉત્તમ હોય છે, તે આ ઉપરથી સમજી શકાશે. શ્રી રાવણની પરંપરા ઠેઠ શ્રી અક્તિનાથ સ્વામીના વખતથી લીધી. તેમાં આપણે જોયું કે પ્રસંગોપાત અસંખ્યાત રાજાઓનો મોટોભાગ, સાક્ષાત્ શ્રી જિનેશ્વરદેવ પાસે અગર તેમના શાસનના મુનિપુંગવો પાસે સંયમ લઈ મુક્તિપદે અને સ્વર્ગે ગયો છે. એમ જોવા સાથે આપણે જોયું કે વાનરદ્વીપના અધિપતિ શ્રી ઘનોદધિરથ રાજાના પુત્ર કિર્ડિંધી' રાજા વૈતાઢય પર્વત પર સ્વયંવર છે ત્યાં આવ્યા છે અને કન્યાએ કિર્ડિંધી' રાજાના કંઠમાં વરમાળા આરોપી છે, એથી વૈતાઢય પર્વતના સ્વામી શ્રી અશનિવેગ' રાજાના બે દીકરા પૈકીનો એક કોપાયમાન થયો છે અને એણે કોપાયમાન થઈને સ્પષ્ટ અક્ષરોમાં કહી દીધું છે કે એમને બોલાવનાર કોણ? અને હું તેઓને પશુઓની માફક મારી જ નાખવાનો.' આટલું કહીને તે અટક્યો નહીં, પણ તરત જ મહાપરાક્રમી અને યમના જેવો તે “વિજયસિંહ કુમાર, આયુધોને ઉછાળતો ‘કિષ્ક્રિધિ' રાજા પાસે તેનો વધ કરવા માટે આવી પહોંચ્યો.
રામાયણ એટલે દીક્ષાની ખાણ... ૨
- રાક્ષશવંશ
( વી.
અને વાનરવંશ