________________
મોટેભાગે પરંપરા જ એવી કે જ્ઞાની પાસે સંયમ લઈ મુક્તિએ જતા અગર સ્વર્ગે જતા. પ્રથમના રાજાઓ મિત્રાચારીમાં પણ કેવા વિચારો અને સંકેતો કરતા, એ પણ આ રામાયણમાં આવશે. મેં તમને કહેવું છે કે રામાયણ એટલે દીક્ષાની ખાણ. યુદ્ધપ્રસંગોને પણ ધર્મપ્રસંગો બનાવવાનાં વૃત્તાંતો, આ શ્રી રામાયણમાં છે. મહાપુરુષોના હૃદયની યુદ્ધ વખતે પણ કેટલી કોમળતા, સુંદરતા અને નમ્રતા હતી, એ પણ આમાં જોવા અને જાણવા મળશે. ‘શ્રી જેનશાસનમાં જન્મેલાની કાર્યવાહી શી ?' એ પણ આના દ્વારા સારામાં સારી રીતે સમજી શકાશે. શ્રી જૈનશાસન પામેલાઓને સંસારમાં રહેવું પડે, તોપણ તેઓ મનમાં સદા એમ જ માને કે ‘આ સંસારમાં અમે ફસાઈ પડેલા છીએ.” માટે જ તેઓને સંસારની ક્રિયા કરવી પડે તો તેઓ દુ:ખાતે હદયે કરે, પણ તેઓનું હદય તેમ કરવામાં ધીઠું ન બની જાય. એના જ પ્રતાપે ભયંકર યુદ્ધભૂમિમાં પણ મહાપુરુષો વચ્ચે આવીને, રાજમુગટ ફેંકી, સંયમનો
સ્વીકાર કરી, પરિણામે કેવળજ્ઞાન પામીને મુક્તિએ ગયાના અનેક પ્રસંગો શ્રી જૈનશાસનમાં બન્યા છે.
ઉપર આપણે જોઈ ગયા કે શ્રી શ્રીકંઠરાજા એક સામાન્ય નિમિત્ત પામીને વૈરાગ્ય પામ્યા અને તેના પરિણામે સંયમધર થઈ ઘોર તપશ્ચર્યા તપીને સિદ્ધિપદે સીધાવ્યા. તે પછી તે જ પુણ્યપુરુષના પુત્ર ‘શ્રી વજકંઠ' આદિ અનેક રાજાઓ થઈ ગયા બાદ, વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં “શ્રી ઘનોદધિરથ' નામના રાજા થયા. તે સમયે લંકા' પુરીમાં પણ ‘તડિત્યેશ' નામના રાક્ષસેશ્વર હતા. અને તે બેની વચ્ચે પણ પરસ્પર સ્નેહ થયો.
કિષ્ઠિધી અને શ્રીમાળા એકવાર તડિત્યેશ' નામના રાક્ષસપતિ રાજા અંતઃપુર સાથે વંદન નામના શ્રેષ્ઠ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા ત્યાં તે તડિત્યેશ રાજા ક્રિીડા
'રામાયણ એટલે દીક્ષાની ખાણ...૨
૨૫
રાક્ષશવંશ અને વાનરવંશ
લાવે
છે કે