________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
“યથા રાના તથા પ્રના”
૨૨
દેવી. એમને ખવરાવવા-પીવરાવવા અને મરજીમાં આવે તેમ ફરવા દેવા. રાજાના તેવા વર્તાવથી બીજા લોકોએ પણ વાનરોનો સત્કાર કરવા માંડ્યો. કહેવત છે કે :
‘જ્વા રાજા તેવી પ્રજા.’
ત્યારથી વિદ્યાધરો કૌતુકના યોગે લેપ્યમાં અને ધજા, છત્ર આદિ ચિહ્નોમાં વાનરોનાં ચિત્રો જ કરવા લાગ્યા. વાનરદ્વીપના રાજ્યથી અને દરેક જગ્યાએ વાનરોનાં ચિત્રોથી, વાનરદ્વીપમાં રહેનારા વિદ્યાધરો પણ ‘વાનર’ નામથી જ પ્રસિદ્ધિને પામ્યા.
શ્રીકંઠ રાજાને વકંઠ નામનો એક પુત્ર થયો, કે જે યુદ્ધની લીલામાં ઉત્કંઠાવાળો અને સર્વત્ર અકુંઠ પરાક્રમી હતો. હવે એકવાર પોતાના સભાસ્થાનમાં બેઠેલા શ્રીકંઠ રાજાએ શ્રી નંદીશ્વરદ્વીપમાં રહેલા શાશ્વત્ અર્હતોની યાત્રા માટે જતા દેવોને જોયા. જોતાંની સાથે શ્રીકંઠ રાજાને પણ એ યાત્રા કરવાની ભાવના થઈ. ભક્તિને આધીન બનેલા શ્રીકંઠ રાજા પણ તત્કાળ -નગરીની બહાર આવી, માર્ગમાં જતા ઘોડાઓની પાછળ ગામના પાદરે રહેલો ઘોડો જેમ ચાલવા માંડે, તેમ અનેક વાહનોમાં બેસીને તા દેવતાઓની પાછળ તે પણ ચાલવા લાગ્યા.
ખરેખર, દરેકની શક્તિ સરખી નથી હોતી. વિમાનમાં બેસીને માર્ગમાં ચાલતાં, માર્ગમાં આવેલ પર્વતના યોગે જેમ નદીનો વેગ અટકી પડે, તેમ માનુષોત્તર પર્વતને લંઘતાં શ્રીકંઠ #રાજાનું વિમાન સ્ખલના પામ્યું. દેવતાઓ તથા વિદ્યાધરો તો આગળ ચાલ્યા ગયા અને શ્રીકંઠ પોતે ત્યાં અટકી ગયા. કારણકે તેમનું વિમાન સ્થંભી ગયું.
એથી શ્રીકંઠ રાજા વિચારવા લાગ્યા કે