________________
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
'રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
એક વખત મેરુપર્વત ઉપરથી પાછા આવતાં શ્રી અતીન્દ્ર રાજાના પુત્ર શ્રીકંઠે પુષ્પોત્તર રાજાની રૂપે કરીને લક્ષ્મી જેવી પદ્મા' નામની પુત્રીને જોઈ. જોવા માત્રથી જ કામદેવના વિકારરૂપ સાગરને ઉલ્લાસ પમાડવામાં દુર્દિન સમાન પરસ્પર તે ઉભયને અનુરાગ પ્રેમ થયો. પબા, પ્રેમભરી દૃષ્ટિથી જાણે સ્વયંવરની માળાને જ ન નાખતી હોય, તેમ શ્રીકંઠ તરફ પોતાનું મુખકમળ રાખીને ઊભી રહી. તેણીનો પોતા તરફ અનુકૂળ અભિપ્રાય છે, એમ જાણી કામદેવથી પીડાતા શ્રીકંઠે તેણીને ઉપાડી જલ્દી આકાશમાર્ગે પ્રયાણ કર્યું. તે વખતે રાજપુત્રી પધાની ઘસીઓએ બૂમાબૂમ કરી. કોઈ પદ્માને હરી જાય છે એવો પોકાર કરવા માંડ્યો. ઘસીઓના તે પોકારને સાંભળીને, બળવાન એવા પુષ્પોત્તર રાજા પણ સૈન્ય સાથે તૈયાર થઈ, શ્રીકંઠની પાછળ પડ્યા. શ્રીકંઠ પણ જલ્દી કીર્તિધવલ રાજાને શરણે ગયો અને પદ્માહરણના સઘળા વૃત્તાંતને શ્રી કીર્તિધવલ સમક્ષ કહો. પુષ્પોત્તર રાજા પણ પ્રલયકાળમાં જળ વડે સાગરની જેમ એટલે સાગર જેમ દિશાઓને આચ્છાદિત કરે, તેમ અમિત સૈન્ય વડે દિશાઓને આચ્છાદિત કરતા જલ્દી ત્યાં આવ્યા.
કીતિધવલ રાજાએ દૂત દ્વારા પુષ્પોત્તર રાજાને કહેવડાવ્યું કે‘તમારો આ વગર વિચાર્યો ને માત્ર ક્રોધને આધીન થઈને કરવા ધારેલો યુદ્ધનો પ્રયાસ વ્યર્થ છે કારણકે તમારે જો આ કન્યા અવશ્ય કોઈને આપવાની તો છે જ, તો પછી તેણીએ ઈચ્છા મુજબ વરેલો આ શ્રીકંઠ કોઈપણ રીતે અપરાધ કરનાર તરીકે ગણી શકાય નહિ. માટે તમારે યુદ્ધ કરવું, એ ઉચિત નથી. દીકરીનું મન જાણીને હવે તમારે પોતે વિવાહનું કૃત્ય કરવું ઉચિત છે.'
પધાએ પણ દૂતીના મુખથી કહેવરાવ્યું કે
‘પિતાજી ! હું પોતે શ્રીકંઠને મારી રાજીખુશીથી વરી છું પણ એમણે મારું હરણ કર્યું નથી.’