________________
જૈન રામાયણઃ,
૧૪
'રાક્ષાસવંશ અને વાનરવંશ ભાગ-૧
જ રજોહરણની ખાણ 1 અધિપતિઓ અસંખ્યાતા થઈ ગયા પછી, અગિયારમાં તીર્થપતિ શ્રી શ્રેયાંસનાથસ્વામીના તીર્થમાં ‘કીર્તિધવલ' નામના રાક્ષસના અધિપતિ થયા. આ રીતે શ્રી રાવણની પરંપરામાં અનેક રાજાઓ મુક્તિપદને અને
સ્વર્ગને પામ્યા છે. સમ્યગૃષ્ટિ આત્મા જૈનકુળમાં જન્મવાનું શાથી ઈચ્છે ? મિથ્યાત્વવાસિત ચક્રવર્તીપણું ન ઇચ્છતાં દરિદ્રપણે જેનકુળ ઈચ્છે, એનો હેતુ શો ? શ્રાવકકુળમાં શું હોય કે
જેથી દેવતા પણ ત્યાં આવવા ઈચ્છે છે શ્રાવક રોજ શ્રી જિનેશ્વરદેવની ત્રિકાળપૂજા, ઉભયકાળ આવશ્યક, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ, તપ, જપ તથા સંયમના મનોરથ વિગેરે કરે. શ્રાવક યથાશક્તિ પોતાના મકાનમાં શ્રી જિનમંદિર, પૌષધશાળા અને સંયમનાં ઉપકરણ રાખે અને ઊંચા પ્રકારના મનોરથો કરે. આ કારણે દેવતાઓ પણ શ્રાવકકુળમાં આવવા ઇચ્છે અને આવે.
જેના ઘરમાં સંયમના પરિણામવાળા આવે, તે કુળ પુણ્યવાનું કે પાપવાન્ ? જેના ઘરમાં બાળકને સંયમનાં પરિણામ થાય અને બાળક સંયમનાં પરિણામ પ્રગટ કરે, તે ઘરનાઓ શું વિચારે ? જો પુણ્યવાન્ હોય તો તે એ જ વિચારે કે “અહોભાગ્ય અમારું, કે જેથી અમારા ઘરમાં આવા એક પરમ પુણ્યશાળીનો જન્મ થયો છે.'
શ્રાવકકુળની મર્યાદા અને આબરુ સાચવવા માટે ઉપરના વિચારોને જ સેવવા પડશે. શ્રી પુંડરિક - કંડરિકનું અધ્યયન યાદ રાખવું પડશે. મોહ હોય, મોહ દરેકને સતાવે, મોહના પંજામાંથી કોઈ છટક્યું નથી અને એમાંથી છટકે તે ભાગ્યશાળી તથા મોહની માત્રા ન હોય તો અહોભાગ્ય પણ મોહની માત્રા ઉલ્લંઘી જાય, એટલે કે મોહમસ્ત બની જાય, તો શાસ્ત્ર કહે છે કે વડીલ તે વડીલ રહેતા નથી. બધી મર્યાદા હોય. મર્યાદા બહાર કંઈ ન હોય. શ્રાવકના કુળમાં કઈ ભાવના, કઈ મર્યાદા છે અને તેવા કુળમાં જન્મેલાઓમાંથી ધર્મભાવના માટે કેવા-કેવા ઉદ્ગારો