________________
દષ્ટાંતો-વાસુદેવ અને પ્રતિવાસુદેવ છે. પૂર્વે તપ-જપ કરે અને ઐરાવણ વેચી રાસની ખરીદી કરવા જેવું કરે. સંયમના પ્રતાપે મળે તો બધું, પણ અસંખ્યાત વર્ષો સુધી નરકોમાં અનંતી વેદના ભોગવવી પડે છે. રાવણ અને લક્ષ્મણનો આત્મા નરકગામી છતાં, તેમનાં હૃદયમાં શ્રી જિનેશ્વરદેવનાં શાસનની સુંદરમાં સુંદર છાયા હતી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલા આત્માનું હૈયું પણ કેટલું કોમળ અને નમ્ર હોય ? દુર્ભાગ્ય યોગે અનેક પાપો સેવાઈ જાય, પણ હૃદય જુદું હોય છે પ્રસંગે-પ્રસંગે એ આત્માઓ પોતાના હૃદયમાં રહેલી કોમળતા, નમ્રતા અને શ્રી જિનેશ્વરદેવના શાસનને છાજતું સૌજન્ય વિગેરે કેવાં બતાવે છે, તે આ ચરિત્રમાં ખાસ જોઈ શકાશે શ્રી જિનેશ્વરદેવોનું શાસન હૃદયમાં વસી જવું જોઈએ. જેઓના હૃદયમાં શ્રી જિનેશ્વરનું શાસન વસ્યું છે, તેઓ નરકની વેદનાઓ પણ સમાધિથી ભોગવે છે બેશક, બૂમો પડાઈ જાય છે, પણ એની સાથે જ આત્મા કહે છે કે દુષ્કર્મોનો વિપાક છે, શાંતિથી ભોગવ. જ્ઞાની કહે છે કે શ્રી જિનેશ્વરદેવનું શાસન, એ એવી ચીજ છે કે તે અશુભ કર્મોના વિપાકોય વખતે નવાં કર્મો આવવા નથી દેતું. સંપત્તિમાં અને આપત્તિમાં બેયમાં સમ્યગૃષ્ટિ આત્મા કર્મ ખપાવે અને બીજો બાંધે. એક તરે અને બીજો ડૂબે. સાત ભૂમિના પ્રાસાદમાં બેઠો હોય, બે-પાંચ દેવાંગનાઓ જેવી સ્ત્રીઓ ફરતી હોય, વિષયની છોળો ઊછળતી હોય, પણ સમ્યગદૃષ્ટિ શું વિચારે ? વિચારે કે આ કારાગૃહ છે. કારાગૃહ એટલે ? કેદખાનું. હવે વિચારો કે સમ્યગ્દષ્ટિ આત્મા પોતાના કુટુંબમાં કયા સંસ્કાર નાખે ?
સાચું હિતેષીપણું...૧
૧
રાક્ષશવંશ અને વાનરવંશ