________________
જૈન રામાયણઃ ૦ ૦
ભાગ-૧ 'રાક્ષસવંશ અને વાનરવંશ |
રજોહરણની ખાણ ૧ સામાને ધર્મ કાર્ય કરવામાં ઉચિત સહાય આપવામાં લેશ પણ પાછીપાની નથી કરતા. વધુમાં શ્રેષ્ઠિવર્ય પોતાની સાથે પોતાના આખા કુટુંબને ધર્મમય બનાવવાની કેટલી કાળજી રાખે છે, એ પણ આ દષ્ટાંતથી સમજી શકાય તેમ છે. ધર્મી આગેવાને પોતાના આશ્રિતોને, પોતાના સહચારીઓને અને પોતાના સ્નેહીવર્ગ આદિને ધર્મકર્મમાં યોજવાના પ્રયત્નો કરવા જોઈએ, એમ આ દૃષ્ટાંત ઉદ્ઘોષણાપૂર્વક જણાવે છે.
ઉપરની રીતે મહારાજાની અનુમતિ મેળવી, તે શ્રેષ્ઠિવર્ય શ્રી અદાસે પોતાના કુટુંબ સાથે ઘણા જ ઠાઠમાઠથી સર્વને આશ્ચર્ય પમાડે એવો સ્નાત્ર મહોત્સવ ર્યો અને ચૈત્યપરિપાટી વિગેરે દ્વારા આખો દિવસ ધર્મકર્મમાં પસાર કર્યો. રાત્રિમાં પણ પોતાના ઘરના જિનમંદિરમાં ઇંદ્રની માફક કુટુંબ સાથે શ્રી ક્લેિશ્વરદેવની ભક્તિ કરી. તમે જોઈ શક્યા કે - શ્રી અહદાસ શ્રેષ્ઠિવર્ષે પોતાની સાથે પોતાના કુટુંબને પણ ધર્મકર્મમાં રક્ત બનાવ્યું અને એમ કરવામાં જ સાચું વડીલપણું છે.
હવે વિચારો કે
આજે કઈ દશા છે? છોકરો નાટકમાં જાય, સીનેમામાં જાય, તો આજના લોકો રોકે નહિ, પણ કહે કે જમાનો છે. અને પૂજા ન કરે તો કહી દે કે – એને અભ્યાસનો બોજો બહુ છે. તમે સમ્યગ્દષ્ટિ માબાપ છો ને ? હિતેષી, વાલી થવાનો દાવો કરો છો ? તમે હિતેષી અને વાલી શાના ? તમે સંતાનોની એ તપાસ કરી છે કે આજે તેઓના કાનમાં પાપરૂપી ઝેર કેટલું રેડાયું? શ્રી જિનેશ્વરદેવના શાસનની વિરુદ્ધ સંસ્કાર કેટલા પોષાયા ? જો આ ન કરો તો હિતેષીપણું કે વાલીપણું શી રીતે સાબિત થાય ?
સંપ્રતિ રાજા, રાજા થઈ પટ્ટહતિ ઉપર ચઢી માતાને નમસ્કાર કરવા આવે છે ત્યારે માતા કહે છે કે “મારો સંપ્રતિ રાજા બને તેમાં મને આનંદ ન આવે, પણ શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રભાવના કરે તો મને