________________
નિયમોમાં ધીરતા ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી સાંસારિક કાર્ય ઉપસ્થિત ન થાય માટે ખરેખર, એક તારા જ યોગે અખિલ રાજ્યમાં શ્રેષ્ઠતા છે. આથી તું સર્વ સામગ્રીથી નિ:શંકપણે શ્રી જિનેશ્વરદેવની પૂજા કર. હે મહાભાગ ! તારી સ્ત્રીઓ પણ પોતાના ઘરમાં રહી થકી તારી સાથે શ્રી જિનેશ્વરદેવની પૂજાના મહોત્સવને ઊજવે ! તારી અનુમોદના કરવાથી મને પણ પવિત્ર પુણ્યની પ્રાપ્તિ થાવ, કારણકે શાસ્ત્રમાં કરનારને અને કરવામાં સહાય આપનારને સમાન ફળ કહ્યું છે. આ પ્રમાણે કહીને રાજાએ તે મણિના સ્થાને પાછો આપ્યો, ખરેખર, મહાપુરુષો ધર્મકાર્યોમાં અંતરાય કરતા નથી.”
સાચું હિતેષીપણું મહાનુભાવો ! વિચારો કે પ્રમાદના યોગે ધર્મને નહિ આચરી શકતા આત્માઓ, ધર્મકર્મ પ્રત્યે કેટલી રુચિવાળા હોય છે, ધર્મકર્મ કરવામાં ઉઘત થયેલા આત્માઓ પ્રત્યે તેઓ કેવો સદ્ભાવ બતાવે છે અને કેટલું સન્માન કરે છે ? ભગવાન્ શ્રી મહાવીરદેવના શાસનની આરાધનામાં જ કલ્યાણને માનતા પરમ સમ્યગ્દષ્ટિ શ્રી શ્રેણિક મહારાજા આવા ધર્મ-કર્મપરાયણ આત્માઓથી જ પોતાના રાજ્યની શ્રેષ્ઠતા સમજે છે. આથી શું ધ્વનિત થાય છે? ખરેખર, ધર્મમાં વિદન કરતા આત્માઓ માટે આ દૃષ્ટાંત ઘણું જ વિચારણીય છે. પોતે ધર્મ નહીં કરી શકતા હોવાથી, ધર્મ કરનારાઓને ધર્મ કરતાં અટકાવવા, એના જેવું એક પણ અધમ કાર્ય નથી. ધર્મના રસિકો વધુ ધર્મરસિક બને, એ કાર્યવાહી કરવાને બદલે વિપરિત કાર્ય કરવાથી, આત્મા દુર્લભબોધિ યા બહુલ સંસારી થાય એમાં શું આશ્ચર્ય છે ? એ પણ વિચારવાનું છે કે પર્વની આરાધના માટે શ્રેષ્ઠિવર્ય શ્રી અહદાસને લક્ષ્મીની પણ કિંમત નથી નહિ તો એક પર્વ દિવસની આરાધના માટે, અનેક મણિરત્નોથી ભરેલો થાળ ભેટ આપવાની ઉદારતા તે શ્રેષ્ઠિવર્ય ન બતાવી શકત. ધર્માત્માઓને ધર્મ-કર્મ માટે સર્વસ્વ તજતાં પણ વાંધો નથી આવતો, એ સમજાવવા સાથે આ દૃષ્ટાંત એ પણ સમજાવે છે કે ધર્મરસિક શ્રદ્ધાચુસ્ત સત્તાધીશો લોભમાં પડ્યા વિના, હૃદયમાં ઉમળકા સાથે
'સાચું હિતેષીપણું...૧
૯ રાક્ષશવંશ
અને વાનરવંશ