________________
આનંદ આવે.' આનું નામ માતા. આજ્ની માતા શું કહે છે ? મા-બાપ તો બધાને થવું છે, દીકરાને આંગળીએ તો બધાને રાખવા છે, આજ્ઞા તો બધાને મનાવવી છે, પણ તેવી ઇચ્છાવાળાઓએ પોતામાં પિતૃત્વ અને માતૃત્વ કેળવ્યા વિના કેમ ચાલે ? મા-બાપ, મા-બાપ નહિ બને તો દીકરા, દીકરા નહિ બને. હું ઉન્મત્ત દીકરાઓનો બચાવ નથી કરતો પણ જેમ દીકરાઓએ દીકરા બનવું જોઈએ, તેમ મા-બાપે પણ મા-બાપ બનવું જોઈએ.
રામાયણ એટલે રજોહરણની પ્રભાવના આપણે રામાયણ વાંચવાનું છે. એમાં રજોહરણની પ્રભાવના છે. રામાયણ એટલે રજોહરણની ખાણ. ઘણા-ઘણા પુણ્યવાન્ આત્માઓનું વર્ણન આમાં આવે છે. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ એ પુણ્યશાળીઓનાં વર્ણનો ઘણી જ સુંદર રીતે ઉલ્લાસપૂર્વક આલેખ્યાં છે. માતા, પિતા, બંધુ, સ્નેહી, નોકર, ચાકર, રાજા મહારાજા કેવા હોવા જોઈએ. તે બધું આ રામાયણમાંથી નીકળશે. આ મહાપુરુષોના પૂર્વજો કેવા-કેવા પુણ્યવાન આત્માઓ છે, એનાં વર્ણનો આવશે. પહેલું વર્ણન પ્રતિવાસુદેવ શ્રી રાવણનું અને એમના પૂર્વજોનું ચાલશે, કારણકે પ્રથમ પ્રતિવાસુદેવ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થઈને તે ત્રણ ખંડનું સામ્રાજ્ય મેળવે છે. તે પછી બળદેવ અને વાસુદેવ ઉત્પન્ન થાય છે. વાસુદેવના હસ્તે પ્રતિવાસુદેવ મરાય છે. બળદેવ અને વાસુદેવ, એ ઉભયનો બંધુપ્રેમ અજબ હોય છે. આ બધાનું વર્ણન ક્રમસર થશે.
હાલ તો એ જાણી લ્યો કે
આ મહાપુરુષો અંજ્ન સમી શ્યામકાંતિવાળા અને શ્રી હરિવંશમાં ચંદ્રમા સમા વીસમાં તીર્થપતિ ભગવાન્ શ્રી મુનિસુવ્રતસ્વામીજીના શાસનમાં થયાં છે.
૧૧
રાક્ષશવંશ અને વાનરવંશ
સાચું હિતેષીપણું...૧