Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર સ્વરૂપને વિશે તન્મયતા તથા ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનાદિને વિશે અચલતાભાવરૂપ સ્થિરતા તે શુદ્ધ ભાવ સ્થિરતા. શુદ્ધ સાધ્ય રહિત યોગ વગેરેની સ્થિરતા તે દુર્નરૂપ છે. જે સાધ્યની વાર્તા વડે સાધ્યને સિદ્ધ કરવાના પરિણામ રહિત સ્થિરતા તે નયાભાસરૂપ છે. અને જે સાધ્યના અભિલાષ તથા સાધ્યના ઉદ્યમના પરિણામવડે સહિત કારણભૂત એવી મન, વચન અને કાયા વગેરેની દ્રવ્યાશ્રવના ત્યાગ કરવા રૂપ સ્થિરતા છે તે પ્રથમના નિગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર–એ ચાર નયને સંમત છે. જે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ સ્વરૂપના સાધનથી સાધ્યને સિદ્ધ કરવાના અભ્યાસવાળી સ્થિરતા છે તે શબ્દ નયને માન્ય છે. જે ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં રહેલી અને સ્વરૂપથી નહિ પડવાના પરિણામવાળી સ્થિરતા છે તે સમભિરૂઢ નયને સંમત છે. અને જે ક્ષાયિક દર્શન, જ્ઞાન, ચારિત્ર, વિર્ય અને સુખ વગેરેથી અપતિત સ્વભાવવાળી સ્થિરતા તે એવંભૂત નયને સંમત છે. વિભાવ દશામાં પણ તત્વના વિકપની-વિચારેની સ્થિરતા સર્વનયરૂપ હોય છે, તે પણ અહીં પરમાનન્દસમૂહના અનુભવરૂપ અને સિદ્ધત્વના સાધનભૂત જે સ્વભાવ સ્થિરતા છે. તેને અવસર હેવાથી તેની જ અહીં વ્યાખ્યા કરવામાં આવે છે. અનાદિ અશુદ્ધતામાં મગ્ન થએલો અને સ્વરૂપસુખની અપ્રાપ્તિમાં ઈન્દ્રિયસુખની ઇચ્છાથી જીવ ચંચલ થએલે છે, તેના ઉપર કરુણાબુદ્ધિથી ગુરૂ કહે છે હે વત્સ ! તું ચપલ અન્તઃકરણવાળો થઈ અહીં તહિં