________________
૨૨ ]
ગુજરાતનો ઈતિહાસ બે જાત છે. એક સુરતી અને બીજી ચોતરી. ભરૂચથી માંડી દમણ સુધી સુરતી બેલીનો પ્રચાર છે, અને અમદાવાદથી માંડી વડોદરા સુધી લોકે ચરોતરી ભાષામાં વાત કરે છે. ગુજરાતી ભાષા બોલનારાઓની સંખ્યા એક કરોડ અને સાત લાખ જેટલી છે. હિંદુસ્તાનની બધી ભાષા બોલનારાઓમાં ગુજરાતીની સંખ્યા સેંકડે ત્રણ જેટલી છે. ઉર્દૂ જબાનને પણ હાલમાં વિકાસ થઈ રહ્યો છે. એ ભાષા આ પ્રાંતમાં દરેક ઠેકાણે બેલાય છે તેમજ લેકે તે સમજી શકે છે. ઠેકઠેકાણે ઉર્દૂ મસા જેવામાં આવે છે. ઘણીવાર ઉર્દૂ ચોપાનિયાં અને અખબારો બહાર પાડવામાં આવ્યાં હતાં, પરંતુ તેને પ્રચાર એટલે બધો થયો નહિ.
જ્યારે આ હિજરત કરી હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે પહેલવહેલા તેઓ ગુજરાતમાં આવ્યા ન હતા, પરંતુ લાંબી મુદત બાદ તેઓ દક્ષિણ તરફ ફેલાયા. ત્યારપછી મધ્યકાળમાં સંખ્યાબંધ કેમેએ આર્ય લેકેની પેઠે ગુજરાત ઉપર હુમલા કર્યા હતા. તેમાંની ખાસ કેમ દૂણ, ગુજર, અરબ, પઠાણ વગેરેની હતી. પારસીઓ જે મુસલમાનોના જમાનામાં ઈરાનથી નાસી છૂટયા હતા તેમણે ગુજરાતમાં આસરો લીધો હતો. આ તમામ પરદેશી કેમ અને ટોળીઓ રફતે રફતે એક બીજા સાથે હળીમળીને રહેવા લાગી અને તેમણે પિતાના રિવાજો અને સુધારા ગુજરાતી સમાજમાં પણ દાખલ કરી દીધા, તેમજ ગુજરાતી સમાજેની પણ તેના પર કંઈક અસર થઈ. આવી રીતે જેમ જેમ વખત ગયો તેમ તેમ એક બીજા સાથે હળીમળીને રહેવાથી એક જમાતની ખાસિયત બીજી જમાતે અખત્યાર કરી, આ જુદી જુદી જાતે એક તરીકા ઉપર એકત્ર થઈ ગઈ, તેમના રિવાજે સામાન્ય થઈ ગયા, તેમની ઉન્નતિ પણ સમાન થઈ ગઈતેમના સમાજ પણ એકત્ર થઈ ગયા; અને આવી રીતે તેમનાં ઇતિહાસ, ભાષા અને સાહિત્ય વગેરેને એકી સાથે વિકાસ થયો.
અનાર્ય ની ભાષાની વાત બાદ કરતાં એમ ખાત્રીથી કહેવામાં આવે છે કે ફક્ત સંસ્કૃત જ સારા હિંદુસ્તાનની સામાન્ય