________________
મુસલમાનોના હુમલા
[ ૩૦૭ [ અર્થાત રોશનદાર જામે મસ્જિદ બંધાઈ? તેના જેવા બીજા મુલકમાં નથી.
અલાહના મિત્ર (અબ્રહામે) મક્કામાં હરમ (પવિત્ર જગ્યા) બંધાવી, તેના જેવું પાટણમાં સુંદર મકાન થયું.
ઈસ્લામના ઘર નરવાલા શહેરમાં અગ્રગણ્ય શાહના હુકમથી મસ્જિદ થઈ તેનો મિમ્બર અને મેહરાબ જેવાને નવમું સ્વર્ગ (ખુદાનું સ્થાન) તેની ટોચ ઉપર આકાશની માફક ફરે છે.
ઈસ્લામના દેશમાં તે કાબાની પવિત્ર જગ્યા થઈ અને તે તમામ શહેરમાં ઉત્તમ થયું.
ખુદાવન્દ (પાદશાહ)ના હુકમથી આ મકાન બંધાયું.
હાદી તે અકબર” શબ્દોમાંથી એની તારીખ નીકળે છે. તેણે એક ઈસ્લામનું આલીશાન મકાન બંધાવ્યું છે. તેના વડે પૈગમ્બરનો દીન (ધર્મ) રોનકદાર થયે.
એ ક્યામતના આગેવાન સૈયદ (મેહમ્મદ પૈગમ્બર સલ. ની હિજરત પછી ૬૫૫ ) ની સાલમાં બન્યું. તે ઝીકાદા મહિનામાં સુલતાન સન્જરના નામચીન આદમી અલફખાને પૂરું કરાવ્યું.]
મિરાતે મોહમ્મદીએ આના ઉપર ટીકા કરી છે કે આ સમય ઈ. સ. ૧૨૫૭ (હિ. સ. ૬૫૫), વાઘેલા રાજા વીરધવળને હોય એમ જણાય છે. “ધરળ” રાજા તે વાઘેલા ખાનદાનમાં કાઈ થયો પણ નથી. નામમાં મિરાતે અહમદીની ભૂલ માલૂમ પડે છે. અને હાંસિયામાં લખ્યું છે કે “ધરોળનું નામ ખુદ મિરાતે અહમદીની હિંદુ રાજાઓની ફરિસ્તમાં નથી, તેમજ તારીખે ઈસ્લામમાં અલફખાન સુલતાન સજરનું નામ નથી.
પ્રથમ તે એ બાબત જણાવવાની ઇચ્છા રાખું છું કે મિરાતે મોહમ્મદીએ “હમેલ”ની જગ્યાએ વિરધવળ નામ લખ્યું છે એ