________________
મુસલમાનેના હુમલા
[ ૩૧૫ આવી છે તે શું હિ. સ. ૬૫૫ (ઈ. સ. ૧૨૫૭) ને છે ? મારું ધારવું એમ છે કે એમાં પણ સત્ય નથી. એ શેરે ફરીથી વિચારપૂર્વક વાંચવાથી સાફસાફ જણાઈ આવે છે કે તે શેરે બાદમાં લખાયેલી છે. તેમાં “દારૂલ ઈસ્લામ ” શબ્દ વારંવાર આવે છે. જેમકે એક કડીમાં આ પ્રમાણે છે :
“બ શહરે નહારવાલા દારે ઈસ્લામ ” (ઈસ્લામનું ઘર નહરવાલા શહેરમાં ).
એક બીજી કડી છે કે -
હરીમે કાબા શુદ દરે ઈસ્લામ” (ઈરલામનું ઘર કાબાનું પવિત્ર સ્થળ થયું).
સવાલ એ ઉપસ્થિત થાય છે કે નહરવાલા પાટણ તે સમયે (હિ. સ. ૬૨૮ કે હિ. સ. ૬પપમાં) દારૂલ સ્લિામ કયારે હતું ? તમામ તવારીખમાં એ વાત નક્કી જ છે કે અલાઉદ્દીન ખલજી (હિ. સ. ૬૯૭–ઇ. સ. ૧૨૯૭) પહેલાં એ શહેર દારૂઈસ્લામાં થયું નહતું.
તે જ સમયનો વિદ્વાન મુસાફર મોહમ્મદ ફી જે ઈ.સ. ૧૨૭ (હિ. સ. ૬૨૫)માં ખુદ ખંભાતમાં જાતે મોજુદ હતો, અને પોતાની કિતાબ જામેલિહિકાયાત જે ઈ. સ. ૧૨૨૭ (હિ. સ. ૬૨૫)થી ઇ. સ. ૧૨૩૨ (હિ. સ. ૬૩૦) સુધીમાં રચવામાં આવી હતી, તેમાં તેણે લખ્યું છે કે
મટી આશા છે કે જલ્દી બાદશાહ શમસુદીન......અલ્તમશ આ મુલક (અર્થાત ગુજરાત) છતે.”
આ ઉપરથી એમ જણાયું કે એ સમય ઇ. સ. ૧૨૨૭(હિ. સ. ૬૨૫) થી ઈ. સ. ૧૨૩૨ (હિ. સ. ૬૩૦ ) પર્યત એ મુલક જિતાયો ન હતો, અને ઇસ્લામના બાદશાહની સત્તા બહાર હતો. તે સમયે પાટણમાં બીજે ભીમદેવ અને ધોળકામાં વાઘેલા ખાનદાન
૧. નામેકલિકાયાત હસ્તલિખિત, પૃ૦ ૮૮