________________
મુસલમાનેાના હુમલા
[ ૩૧૯
એના કમ્પાઉન્ડમાં દાખલ થવાને આ અસલ દરવાજો હતા, તેનાથી આગળ ચાલતાં અસલ મસ્જિદ છે, એ મસ્જિદ મામૂલી જાતની છે. ઈમારત પથ્થરની છે. તે નાની છે, હરેક તરફથી તૂટતી જાય છે, પરંતુ પાણીસાતસે। વરસની પુરાણી ઈમારતના રક્ષણતા ખ્યાલ, અસાસ છે કે રિયાસતના કાઈ પણુ અમલદારને આવ્યા નહિ. હાલના મધ્યના બારણા ઉપર જે મિહરાબ છે. તે ઉપર લખવામાં આવ્યું છે કેઃ
""
આ મુબારક મસ્જિદ બનાવવાના હુકમ હિ. સ. ૬૮૫ (ઈ. સ. ૧૨૮૬)માં ઉદાર ખુઝ હાજી અફીમુદ્દીન અમુલકાસિમ ઈબ્ન અલી ઇએ આપ્યા. તે ખુદા પાસેથી તેનાથી ખુશ રહે એવી આશા રાખે છે; હિ. સ. ૬૮૫ (ઈ. સ. ૧૨૯૬ ). ખુદા તે કબૂલ કરે અને તેને અને તેનાં માબાપને ક્ષમા આપે.
એ ઉપરથી માલૂમ પડે છે કે અલાઉદ્દીન ખલજીની ગુજરાતની ફતેહ પહેલાં ધણા વખત અગાઉ મુસલમાનેએ અહી વસવાટ કરી દીધા હતા અને એમ પણ માનવામાં આવે છે કે મુસલમાનેાની વસ્તીની સંખ્યા ધણી મેાટી હશે, અને તેથી એક મસ્જિદની જરૂર લાગી હશે. હકૂમત પેાતાની ન હતી તેથી એ મસ્જિદ ઘણુ કરીને આમ જનતા તરફથી તૈયાર કરવામાં આવી હશે. બનાવનાર ઘણું કરીને કાઇ માલદાર વેપારી છે. નામની સાથે જે ખિતામા છે. તે ઉપરથી એમ જણાય છે કે તે કાઈ આબરૂદાર ગૃહસ્થ છે અને તમામ મુસલમાનને સરદાર (અર્થાત્ કાઝી) પણ છે. ઈબ્ન ખતૂતા અને મસઉદી વગેરે તરફથી એમ જાણવાનુ મળે છે કે હિંદમાં જ્યાં જ્યાં મુસલમાનાની હકૂમત ન હતી અને વેપાર સબંધને લઇને અહીં... ખંભાત, ભરૂચ, ગેાધરા, ચિસૂરુ, મલબાર વગેરે સ્થળામાં વસવાટ કર્યાં હતા, ત્યાં હકૂમત તરફથી મુસલમાનામાંથી સૌથી વધારે વિદ્વાન અને તેક આદમીને