________________
મુસલમાનેના હુમલા
[૩૧૭ પાટણ આવ્યા હતા અને એ જ મજિદમાં ઉપદેશ કરતા રહ્યા. હિ. સ ૫૫ (ઈ. સ. ૧૨૫૭) ( ૬. હિ. સ. ૬૫૫ (ઈ. સ. ૧૨૫૭)માં આ મસ્જિદનું બાંધકામ પૂરું થયું.
૭. મસ્જિદને શિલાલેખ મલેક સજ્જર અલપખાનના સમયને છે. નરવાલા જિતાયા બાદ દારૂલઈસ્લામ હિ. સ. ૬૯૭ (ઈ. સ. ૧૨૯૭)માં થઈ ચૂકયું હતું. પરંતુ મસ્જિદ પૂરી થયાની તારીખ યાદગીરી તરીકે રહેવા દીધી.
૮. સિંધના અને ગુજરાતના હાકેમોનાં નામ સજર હતાં તેથી સંશયને સ્થાન મળે છે.
: ૪ : સુલતાન ગિયાસુદ્દીન બલબન બલબન ખરેખર એક ગુલામ હતો જેને તુર્કસ્તાનમાંથી બગદાદમાં લાવવામાં આવ્યો હતો ત્યાર પછી ખાજા જમાલુદ્દીન બસરી બગદાદથી ભીમદેવ બીજાના સમયમાં તેને ગુજરાતમાં લાવ્યા (કદાચ ખંભાતમાં લાવ્યા હશે,) અને કેટલોક સમય ત્યાં રહી દિલ્હી લઈ ગયા. ઈ. સ. ૧૨૩૨ (હિ. સ. ૬૩૦ )માં અલ્તમશને તે વેચી દેવામાં આવ્યો. સુલતાન ગિયાસુદીન બલબન જેણે ઈ. સ. ૧૨૬૮ (હિ. સ. ૬૬૬)થી વીસ વરસ પર્યત રાજ્ય કર્યું હતું તેના દરબારમાં સલ્તનતના સ્તંભેએ માળવા અને ગુજરાત ફતેહ કરવાની દરખાસ્ત કરી હતી, પરંતુ દુરંદેશી સુલતાને તેને સ્વીકાર કર્યો નહિ અને કહ્યું કે તાબાના મુલ્કની જ્યાંસુધી ઉમદા વ્યવસ્થા ન હોય ત્યાં સુધી બીજા મુલકનો લોભ કરવામાં રાજકીય ડહાપણ નથી. વળી ગુજરાત ઉપર હુમલો ન કરવાનું એક બીજું કારણ એ હતું કે એ જમાનામાં તારી મેગલનું બળ વધારે હતું. તેઓ વારંવાર હુમલો કરી હિંદુસ્તાનમાં ઘૂસવાની ઈચ્છા રાખતા હતા. બલબન એક અનુભવી
૧. તબકાતે નાસિરી, કલકત્તા