________________
૩૧૬ ]
ગુજરાતનો ઈતિહાસ હતાં. ખુદ મિરાતે અહમદીને આધાર પણ એ જ છે કે સન્જરના અવસાનની ખબરને લઈને મજિદ અધૂરી રહી અને પાટણ વગર છત્યે રાજા પાસેથી કંઈ લઈ અમલદાર પાછો ચાલ્યો ગયે, તેથી આવી પરિસ્થિતિમાં એને દારૂઈસ્લામ કેવી રીતે કહી શકીએ ? મારા ખ્યાલ મુજબ આ શિલાલેખ અલાઉદ્દીન ખલજીના સમયમાં મલેક સન્જર અલપખાનને છે, જે ઈ. સ. ૧૨૯૭ (હિ. સ. ૬૯૭) માં ગુજરાતનો પહેલે હાકેમ હતો. આમ માનવાથી હરેક સંશય દૂર થાય છે. એ સમયે નરવાલા દારૂલઈસ્લામ પણ હતું, અને મુલ્કના હાકેમનું નામ સજર અને ખિતાબ અલપખાન હતું. ત્યાર પછી અલપખાનનું અલફખાન થયું.
૧. હિજરી સાતમી સદીની શરૂઆત અને મધ્યમાં એવો કઈ બાદશાહ સામાન્ય તારીખમાં મળતો નથી જેણે ગુજરાત ઉપર ચડાઈ કરી હોય, જેનું નામ સજર હોય અને જેને અમલદાર અલપખાન હાય.
૨. શન્સી સમયમાં જેટલા અમલદારોનાં નામ સન્જર મળે છે તેઓમાં ફક્ત કઝલકખાન જ છે જેના સમયમાં ગુજરાત ઉપર હુમલો થયો હોય. સંભવિત છે કે આ ગુજરાત પંજાબમાં આવેલું ગુજરાત હોય.
૩. મલેક સન્જર કઝલકખાન સિંધના હાકેમના હાથ નીચેના એક અમલદારે ગુજરાત ઉપર હુમલો કર્યો અને શહેરના કેટની બહાર તે જમાનામાં એક મસ્જિદને પાયે નાંખ્યો. હિ. સ. ૬૨૮ (ઈ. સ. ૧૨૩૦)
૪. સજ્જરના અવસાનને લઈને મસ્જિદ અધૂરી રહી અને પાટણ જિતાયા વગર રહ્યું અને અમલદાર પાછે ચાલ્યા ગયે. હિ. સ. ૬૨૮ (ઈ. સ. ૧૨૩૧).
પ. મૌલાના યાકૂબ સાહેબ એ જ અમલદારની સાથે “ઠાથી