________________
૩૧૪]
ગુજરાતનો ઈતિહાસ ખબર સાંભળી પાછો આવી ગયે. મુકામ દરમિયાન તેણે સજ્જરના હુકમથી મસ્જિદને પાયો નાખ્યો, જે કામ ઈ. સ. ૧૨૫૭ (હિ. સ. ૬૫૫)માં પૂરું થયું. આ ખ્યાન ઉપરથી સાફસાફ જણાય છે કે હુમલો કરનાર ગુજરાતમાં વરસ છ મહિનાથી વધુ રહ્યો નહિ. તેથી મિતે અહમદીની એ વિગત સાચી નથી કે પાંચ વરસ અને અગિયાર મહિના પર્યત સાતહજાર ફોજ વડે પાટણને ઘેરે ચાલુ રાખ્યો. જે એ માનવામાં આવે તે આ ફોજની પાછળથી મદદ બરાબર આવતી રહી. તે છતાં પણ એ સમજવું જોઈએ કે વાઘેલા ખાનદાન તે વખતે ઘણું તાક્તવર હતું અને વરધવળ જેવો બહાદુર રાજા ઈ. સ. ૧૨૩૦ (હિ. સ. ૬૨૮) માં ગુજરાતમાં હયાત હતા, જેના વજીરે ગરીને એક લાખ ફેજ વડે ઝબરદસ્ત હાર આપી હતી. અને એ પણ માની લેવામાં આવે કે ભીમદેવ અને વાઘેલા ખાનદાન વચ્ચે ઘણું દુશ્મનાવટ હતી, તેમ છતાં પણ કેઈપણ રીતે અટકળ કરી શકાતી નથી કે છ વરસ પર્યત ભીમદેવના શિર ઉપર આવી મુસીબત રહી હોય અને ભીમદેવે વાઘેલા ખાનદાનને આ મુસીબત વખતે પણ મિત્ર બનાવવાની કોશિશ ન કરી હોય. ખરી વાત એ છે કે મિરાતે અહમદીની નજરમાં મોગલ પાદશાહનાં ફરમાન અને તે સમયની મરાઠાઓની લડાઈ હતી, તેથી બીજી વાતમાં ઘણી જગ્યાએ તેણે બેદરકારી બતાવી છે. જેમકે શેખ મુઇઝુદીન સુલેમાન શહીદના જીવનના બનાવોમાં લખવામાં આવ્યું છે કે અલાઉદ્દીન ખલજી પિતે મજકૂર શેખ સાથે ગુજરાત ફતેહ કરવાને આવ્યો હતો. એ વાત સાચી નથી. પરંતુ ઉલૂગખાન જે અલાઉદ્દીનનો ઉત્તમ સિપાહસોલાર હતો તેણે તે જીત્યું હતું. જેમકે ખુદ મિરાતે અહમદીની શરૂઆતના ભાગમાં “ઈસ્લામ કાળ”ના મથાળા નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌથી આખરી ઊંડે વિચાર કરવા જેવી બાબત એ છે કે આ શિલાલેખ જેમાં શેરે લખવામાં
૧ મિરાતે અહમદી ભા. ૨, પૃ. ૭૨, મુંબઈ