________________
મુસલમાનેાના હુમલા
[ ૩૧૩
રૈયત અને મુલ્કને ઇન્સાફ વડે સુખી બનાવ્યાં, અને થાડા સમય પછી ઇમાનદારી સાથે ઇ. સ. ૧૨૩૧ (હિ. સ. ૬૨૯)માં મરણ પામ્યા. આ .મ્યાન ઉપરથી એમ જણાય છે કે સૂબેદારીના હાદા ઉપર આવ્યાની શરૂઆત ઈ. સ. ૧૨૨૭ ( હિ.સ. ૬૨૫) થી અવસાન ઈ. સ. ૧૨૩૧ ( હિ.સ. ૬૨૯ ) પંત તે સિંધમાં રહ્યો. આવી પરિસ્થિતિમાં ગુજરાત પાછા ફર્યા પછી ઈ. સ. ૧૨૩૦ (હિ. સ. ૬૨૮ )માં કાહરામ અને તબરહિંદની સૂબેદારી કેવી રીતે સંભવિત હૈાય? તેથી હું ધારું છું કે એ નુસખા સાચા નથી. અથવા તે તબકાતના કર્તાએ આ મામલામાં બનાવા આગળ પાછળ કરી દીધા છે. અર્થાત્ કાહરામ અને તબરહિંદની સૂબેદારી અસલ તે। સિંધની સૂબેદારીથી પહેલાંને બનાવ છે. અને એના ક્રમ આ પ્રમાણે છે કે તે શરૂઆતમાં ચાસણીદાર (ખાણુ પીરસવાની વ્યવસ્થા કરનાર), ત્યારપછી તબેલાનેા દારૂગા અને તે બાદ કાહરામના સૂમે થયે। અને તે પછી તખરહિંદને ઇલાકા તેને સુપ્રત કરવામાં આવ્યેા. આ સવ ઈ. સ. ૧૨૨૭ (હિ. સ. ૬૨૫) પહેલાં થયું. ઈ. સ. ૧૨૨૭ (હિ. સ. ૬૨૫)માં સિધ અને ત્યારપછી મુલતાન અને ગુજરાત તેના કબ્જામાં આવ્યાં. પરંતુ કેટલાક અરસાથી સિધમાં ખાનાજગી જારી રહી હતી. પહેલાં તે કમાચા અને કુત્બુદ્દીન અઈ એક વચ્ચે લડાઈ ચાલતી રહી. તે પછી માંગાળ અને ખારઝમશાહની ચડાઈ આવી. અને આખરે અલ્તમશની લડાઇને લઇ ને મુશ્ક પરેશાન થયા. તે ઉપરાંત મેાગલો (તારા)ના હુમલાને હંમેશાં ભય રહેતા હતા. તેથી એ વાત ઘણી જરૂરી હતી કે કાઇ લાયક હાકેમ અહીં રહી મુલ્કને સહીસલામત અને આબાદ કરે, અને સામનાની તૈયારી હમેશાં રાખે. આ ઉપરથી સાફ સાફ માલૂમ પડે છે કે મલેક તાજુદ્દીન સન્જર ખુદ સિ ંધમાં જ રહ્યો હત અને પોતાના એક અમલદારને ગુજરાત ફતેહ કરવા માટે મે!કલી આપ્યા હતા. તે સન્જરના મરણ પ ́ત ત્યાં રહ્યો, અ અવસાનની