Book Title: Gujaratno Itihas
Author(s): Maulana Saiyad Abu Jafar Nadvi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 323
________________ મુસલમાનોના હુમલા [૩૧૧ સ. ૬૨૯)માં મરણ પામે. મિરાતે અહમદીમાં અલફખાન સન્જરનું પાછા ફરવાનું કારણ એ જ છે. અર્થાત્ સુલતાન સન્જરનું અવસાન ઇ. સ. ૧૨૩૧ (હિ સ. ૬૨૯) માં અને ચડાઈની સાલ ઇ. સ. ૧૨૩૦ (હિ. સ. ૬૨૮) અને મસ્જિદની સાલ ઈ. સ. ૧૨૫૦ (હિ. સ. ૬૫૬) છે. બંનેમાં લગભગ ૨૭ વરસને તફાવત છે. તે મારા ધારવા મુજબ એનો જવાબ એ છે કે મસ્જિદને પાયો સજરના સમયમાં નંખાય, પરંતુ આ મસ્જિદ હિ. સ. ૬૫૬ (ઈ. સ. ૧૨૫૮) માં ખતમ થઈ, કારણ કે અલફખાન અપૂર્ણ છોડી ચાલ્યા ગયે હતો. આ મારા ખ્યાલને એ જ શિલાલેખ ઉપરની શેરે ઉપરથી સમર્થન મળે છે, જેમાંની એક શે'ર નીચે મુજબ છે : એક કડી-“શુદા મસ્જિદ બહુકમ શાહે સરવર” [ અગ્રગણ્ય શાહના હુકમથી મસ્જિદ થઈ]. એક બીજી કડી આ છે: “બિના શદ ખાના અઝ અન્ને ખુદાવદ” [ અર્થાત્ મકાન ખુદાવન્દના હુકમથી બંધાયું છે. ] એ બંને કડી ઉપરથી માલૂમ પડે છે કે સુલતાનના હુકમથી એને પાયો નાંખવામાં આવ્યો હતો. આખરી શે'રમાં તે ખતમ થયાને સમય બતાવવામાં આવ્યા છે કે “રસાન્દા દર મહ ઝીકાદા ઇત્મામ” [અર્થાત હિ. સ. ૬૫૫ [ઈ. સ. ૧૨૫૭ના ઝુલ્કાદા માસમાં ખતમ થઈ.] આને દાખલો મારી નજર આગળ આ જ મુલકમાં છે એટલે કે મંગભેર [માંગળ] ઇઝુદીને ફીરોઝશાહ તઘલકને જમાનામાં ઈ. સ. ૧૩૬૮ (હિ. સ. ૭૭૦)માં ફતેહ કર્યું અને તેની યાદગીરી તરીકે જામે મસ્જિદનો પાયો નાંખવામાં આવ્યો; પરંતુ ઈ. સ. ૧૩૮૩ [હિ. સ૭૮૫માં તે ખતમ થઈ. ૧. મિરાતે અહમદી ભા. ૨ પૃ૦ હ૩, મુંબઈ

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332