________________
૩૧૦]
ગુજરાતને ઈતિહાસ શિહાબુદ્દીન ગારીના સમયમાં તેને ખરીદ્યો અને પિતાના બાળકની સાથે તેની પરવરિશ કરી.
તે જવાન થયો ત્યારે જુદા જુદા હોદ્દા ભેગવ્યા પછી તબેલાના દારૂગા (જે તે સમયે એક મોટે હે દો હતા) તરીકે તેની નિમણૂક કરવામાં આવી. ઇ. સ. ૧૨૨૭ (હિ. સ૬૨૫) માં નિઝામુભુલક મોહમ્મદ જુનયદી વઝીર સાથે સિંધ ગયે અને એક પછી એક તમામ સિંધનો કબજો લીધો. સુલતાને ત્યાં જ તેને હાકેમ બનાવ્યો. તેણે પણ મુલ્કની બરાબર વ્યવસ્થા કરી. ઈ. સ. ૧૨૩૦ (હિ. સ૬૨૮ ) માં સુલતાન અને ગુજરાત તેને હવાલે કરવામાં આવ્યા. ઈ. સ. ૧૨૩૧ (હિ. સ. ૬૨૯) માં તેનું અવસાન થયું.
ઉપરના ઉલ્લેખ ઉપરથી માલૂમ પડશે કે શમસુદ્દીનના સમયમાં ફક્ત કઝલકખાન સજર હતો, જેના વિશે કહેવાય છે કે તેને ગુજરાત તરફ મોક્લવામાં આવ્યો હતો. અને કઈ સજ્જર વિશેનો તવારીખમાં ઉલ્લેખ આવતો નથી કે જેણે ગુજરાત ઉપર હુમલો કર્યો છે. તેથી જુદાં જુદાં કારણોને લઈને એટલું તે માનવું પડશે કે સુલતાન સજર “મિરાતે અહમદી માં પણ કઝલકખાન સજા છે.
[૧] પ્રથમ તો આજ સજ્જર નામને એક શખ્સ મળે છે, જેણે એ સદીમાં ગુજરાત ઉપર હુમલો કર્યો હતો.
[] આ જ શન્સ છે કે જેને મુલતાન અને “ઉ” અર્થાત્ સિંધના હાકેમ બનાવવામાં આવ્યો હતો, અને ઘણું કરીને ત્યાંથી જ તેણે ફેજ નહરવાલા મોકલી હતી. એવું સમર્થન મિરાતે અહમદીના આધાર પરથી થાય છે કે મૌલાના યાકૂબ અલફખાન સન્જરની સાથે “ઠ” [સિંધીથી નહારવાલા પાટણ આવ્યા હતા અને ત્યાં જ તે રહ્યા.
[3] એ જ શબ્યુ છે કે જેણે ઇ. સ. ૧૨૩૧ (હિ. સ. ૬૨૮) માં નહારવાલા પાટણ ઉપર ચડાઈ કરી, અને ઈ. સ. ૧૨૬૨ (હિ.