________________
મુસલમાનોના હુમલા
[૩૮૯ કર્યો. માળવા અને કાલિંજર તરફ જઈ ફરીથી તે બંગાળા ચાલ્યો ગયો. મલેક ઈઝુદ્દીન બલબને આખરે તેને ગિરફતાર કરી મારી નાખ્યો.
૨. મલેક તાજુદ્દીન સજર તબરખાનને શમસુદ્દીન અલ્તમશન સમયમાં ખરીદ કરવામાં આવ્યો હતો. મુઇઝુદ્દીને તેને તબેલાને દારૂગોળ બનાવ્યો, અને સુલતાન નાસિરુદ્દીને તેને નાયબ અમીર બનાવ્યું. ત્યારપછી તે જુદા જુદા સૂબાને હાકેમ થયો. તે સુલતાન બલબન સાથે મેવાત પર્યત ગયો અને ઈ. સ. ૧૨૫૯ (હિ. સ. ૬૫૮) સુધી તે હયાત હતો.
૩. મલેક તાજુદ્દીન સજર કુબતખાન અતિ બળવાન હતો. એકી વખતે બે ઘોડા ઉપર કઈ વખત આ ઉપર અને કઈ વખતે તે ઉપર તે સવારી કરતો. ઈ. સ. ૧૨૪૨ (હિ. સ. ૬૪૦)માં જુદા જુદા હોદ્દા ઉપર દિલ્હી અને અધ્યામાં રહ્યો. તેની ઉમરના આખરી હિસ્સામાં તે બિહાર ગયો અને કિલ્લાની ભીંત નીચે એક તીરથી જખ્ખી થઈ મરણ પામ્યો.
૪. મલેક તાજુદ્દીન સન્જર કલકને શમ્સદ્દીનના સમયમાં ખરીદ કરી જામાદાર બનાવવામાં આવ્યો; સુલતાન રઝિયાના સમયમાં બદાયૂનને હાકેમ થયો. ઈ. સ. ૧૨૪૨ (હિ. સ. ૬૪૦) માં કાલિંજર ફતેહ કરવાની તૈયારી તે કરી રહ્યો હતો ત્યારે લોકોએ ઈર્ષ્યાથી તેને પાનમાં ઝેર આપ્યું અને થોડા જ દિવસમાં તેનું અવસાન થયું.
૫. મલેક તાજુદ્દીન, સજર કઝલકખાન–જ્યારે સુલતાન શમ્સદ્દીન અલ્તમશ બદાયુનને હાકેમ હતા ત્યારે તેણે કુબુદ્દીન કે
૧. તબેલાના દારૂગને હોદ્દો પુરાણું જમાનામાં ઘણું મેટ ગણાતે હતો અને સાધારણ માણસને આ જગ્યા મળતી નહતી. તે સમયે ઘડા ઉપર જ સર્વ આધાર રહેતે હતો તેથી આ દર ઘણું જ ઊંચો ગણુત હતો.