________________
૩૪]
ગુજરાતનો ઈતિહાસ
ગુજરાતી ભાષા મધુરી થઈ છે. આ ભાષામાં તામિળ ભાષાની ઉગ્રતા નથી, તેમજ મરાઠી ભાષાની કઠોરતા નથી. જે પ્રમાણે ગુજરાતમાં નાનાં શેર, નાનાં ઘર, સાંકડી ગલીઓ, નાના લોટ, નાનાં શહેરે. અને નાની સડકો હોય છે તેમ તેની ભાષા પણ નિર્દોષ છોકરાંની જેમ નાની, નાજુક, નિષ્કપટી, મીઠી અને સુંદર છે. દુનિયાએ ગુજરાતી સાહિત્યને સ્ત્રી સાહિત્ય અને ભાષાને સ્ત્રી ભાષા ગણી છે. એમાં એવી સુંદરતા છે કે કોઈ વખત કોઈ પરદેશી માણસ આવી ગરબા ગરબી જુએ છે ત્યારે તે ખરેખર ગુજરાતના સૌંદર્ય અને તેની ભાષાથી હેરત થાય છે. હિંદુ સ્ત્રીઓ આસો મહિનાની પહેલી નવ રાતોમાં ગુજરાતી ભાષામાં થાય છે. એઓ ગોળાકાર ઊભી રહે છે અને ગાતાં ગાતાં તાળી પાડે છે, અને પગ જમીન ઉપર ઠેકતી આસપાસ ફરે છે.
ગરબા-સાહિત્ય , ગાનારા અને અભ્યાસ કરનારા દેવીની શક્તિ, એનાં ખૂબસૂરતી, પિશાક અને આભૂષણની તારીફ કરે છે, અને એની રહેમનજર માટે કાલાવાલા કરે છે. ગુજરાતનું આ જાતનું સાહિત્ય બંગાળામાં પણ મળે છે. ત્યાં મધ્યકાળના બંગાળી કાવ્યના હરેક કવિએ હંમેશાં કાળીની તારીફ કરી છે એમ કહીને કે તે માતા છે, રક્ષક છે, અને કેટલીકવાર વિનાશક પણ છે. આસો મહિનાના પહેલા નવ દિવસ ખાસ કરીને દેવીની પૂજા માટે મુકરર કરેલા છે. અને તે વખતે સૌરાષ્ટ્રમાં પુરુષો અને ગુજરાતમાં સ્ત્રીઓ ગરબા વધુ પ્રમાણમાં ગાય છે. સ્ત્રીઓનું ગોળાકાર ફરવું અને તાળી પાડી પાડીને તાળ મેળવવા, અને અધું શરીર ઝુકાવી મુકાવીને રાત્રિને સમયે મોડે સુધી ગરબા ગાવા મનોહર અને નજરે જોવા જેવું હોય છે. સુરત, વડોદરા, અમદાવાદ અને મુંબઈ જેવાં સ્થળામાં સ્ત્રીઓના ગરબા મર્દોના કરતાં વધારે મને રંજક હોય છે. માઁ તો ફક્ત કૂદી, ઊછળી બરાડા પાડે છે અને તાળી પાડે છે. જ્યારે બીજા પ્રાંતને