________________
૧૧૬]
ગુજરાતને ઇતિહાસ ખૂની સાથે આવું વર્તન રાખવામાં આવતું હશે.) મુકદ્દમાને ફેંસલે હિંદુ ન્યાયાધીશો આપે છે. ડાકુ માટેની સજા પણ મતની છે. જાનવરને ઝબહ [કાપી] કરીને ખાતા નથી, પરંતુ મારીને ખાય છે [ ઘણું કરીને આને અર્થ એક ઘાથી ગરદન કાપવાને હશે, જેમકે કાળિકા માતાને ચડાવવાને કરે છે.] હિંદુઓ બપોરના ખાણું પહેલાં નહાય છે અને દાતણ કર્યા સિવાય ખાતા નથી. અહીં ખજુસ્નાં ઝાડ ઊગતાં નથી. અને એક એવું ફળ છે જે અરબસ્તાનમાં નથી થતું-ઘણું કરીને એ કરી હશે.] અહીં દ્રાક્ષ પણ નથી થતી. દાડમ થાય છે. લેકે જમીન ઉપર કંઈ બિછાવતા નથી. તેમનો પ્રેરક ખા છે. જાનવરમાં ઘેડા ઓછા છે.
ત્યારપછી તેના સમયના છેવટના ભાગમાં [ હિ. સ. ૨૬૪– ઈ. સ. ૮૭૭ માં ] અબુઝાયદ હસન સરૌફી આવ્યો હતો અને હિન્દને કિનારે કિનારે થઈને ચીન ચાલ્યું ગયે હતો. તે પિતાના સફરનામામાં જણાવે છે કે હિંદુસ્તાન અને ચીનમાં પુનર્જન્મ વિશે એવી દઢ માન્યતા છે કે લેકે જાન અર્પણ કરવી એ પણ મામુલી બાબત સમજે છે જેમાં વલ્લભરાય અને બીજા રાજાઓમાંના કોઈ કાઈ પણ એવા પણ હોય છે કે જાણીબૂઝીને પોતે આગમાં બળી મરે છે. રાજ્યાભિષેક વખતે અહીં રાજીના રસોડામાં ભાત રાંધવામાં આવે છે અને ત્રણસો ચારસો માણસો પિતાની ખુશીથી આવે છે, રાજાની સામે એક પતરાળી ઉપર એ ભાત રાખવામાં આવે છે, રાજ તેમાંથી જરા લઈ ખાય છે. ત્યારપછી અકેક આદમી રાજા સામે જાય છે. રાજા તેમને થોડો થોડો ભાત આપે છે. સર્વે રાજાના સાથીઓ હોય છે (બહુધા એ માણસો અંગરક્ષક હશે). રાજા મરી જાય છે ત્યારે એ સર્વ તે જ દિવસે આગમાં પડી બળી મરે છે. અહીં વરસાદનું પ્રમાણ વધારે છે, અને તે ઉપર ખેતીને આધાર છે. અહીંને રાજા કાનમાં મોટાં મોટાં કીમતી મતીવાળી સોનાની કડી પહેરે છે અને ગળામાં માળા રાખે છે જે મહા મૂલ્યવાન મતી