________________
૨૧૬]
ગુજરાતનો ઈતિહાસ ઓસપાસ છે તે પુરાણે નથી, પરંતુ લગભગ ૧૦૦ વરસ હશે. અર્થાત્ વૈરિસિંહ ચાવડાના જમાનામાં તે બનાવવામાં આવ્યો.] (અલબીરની પૃ૦ ૨૫૩ છપાયેલ યુરો૫).
અને કેટલાક લોકો જે સોમનાથ નજીક રહે છે તેમણે મને કહ્યું છે કે તે લેકનાં વજન, માપ અને તેલ અમારા જેવા જ છે; જેમકે એક “મિસ્કાલ”ના આઠ “હ” છે અને “એક “હ”ના બે “પાલ” અને એક “પાસ”ના ૧૬ “જવ” હોય છે. આવી રીતે એક મિસ્કાલના આઠ “રોહ” અને ૧૬ “પાલ” અને ૨૫૬ “જવ” હોય છે. (પૃ. ૭૭) રોહનું બીજું નામ “માશા” પણ છે. આવી રીતે સોમનાથની હદમાં એક સાલના ત્રણ વિભાગ છે અને હરેક વિભાગના ચાર મહિના હોય છે. પહેલું ચોમાસું અશાડથી શરૂ થાય
છે, બીજે શિયાળો, અને ત્રીજે ઉનાળા. (પૃ. ૧૮૦). - “બલબા (વલ્લભરાય), બલિયા શહેર (વલભીપુર)ને રાજકર્તા હતો, જે અણહીલવાડની દક્ષિણમાં ૩૦ મજલ ઉપર છે.” (પૃ. ૨૦૫).
વલભીપુરની પાયમાલી વિશે તે લખે છે કે “લેકે કહે છે કે એક શખ્સ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેને કેટલાક ભરવાડોએ પૂછયું કે ‘એક છોડ (જે થોર કહેવાય છે) તે તમે જે છે કે જેને તેડવામાં આવે તે સફેદ દૂધને બદલે લાલ લહી નીકળે છે?” તેણે જવાબ આપે કે “હા, તે મેં જોયું છે. તે શખે તે ભરવાડને કઈ વસ્તુ બક્ષિસ તરીકે આપી અને તેણે તે છેડ બતાવ્યું. પેલા માણસે એક ખાડો ખોદી તેમાં આગ સળગાવી અને તે બરાબર સળગી ગઈ ત્યારે તેણે ભરવાડના કુતરાને ઉપાડી તે આગમાં ફેંકી દીધે. આથી ભરવાડ રોષે ભરાયો અને તેણે તે જ શમ્સને આગને હવાલે કર્યો. આગ હેલવાય ત્યાંસુધી તે ત્યાં બેઠો અને તેને માલુમ પડ્યું કે બંને સેનાના થઈ ગયા હતા. તેણે પોતાના કૂતરાને લઈ લીધો, અને તે માણસને ત્યાં જ રહેવા દીધો. કર્મસંજોગે એક ગામડિયે ત્યાંથી પસાર થયો તેણે તેની આંગળી કાપી લીધી અને એક