________________
મુસલમાનોના હુમલા
[ ૨૨૧ વ્યવસ્થિત ફેજ તૈયાર કરી, આપખુદીનું સ્વપ્ન સેવવા લાગ્યો. મજૂરે : તેને શિક્ષા કરવાની ઈચ્છા કરી પરંતુ હાર ખાધી.૧ અને ત્યારપછી પિતાની સલતનતના ગૂંચવાયેલા મામલામાં એટલે બધે ગૂંથાઈ ગયે કે તે આ તરફ બિલકુલ ધ્યાન આપી શક્યો નહિ. આ સંજોગોમાં અલપ્તગીને એક સ્વતંત્ર અને મજબૂત સલ્તનત સ્થાપી.
હકી નામના એક ઈતિહાસકારે લખ્યું છે કે હાજી નામને એક વેપારી અબ્દુલ મલેક સામાનીના જમાનામાં સુબુક્તગીનને ખરીદીને બુખારા લાવ્યો અને અહીં અલતગીને તેની સમજ અને અક્કલ જોઈ ખરીદ કર્યો. તેણે આ સિપાહાલારની દેખરેખમાં રહી એવી તાલીમ હાસિલ કરી કે તેણે ગઝનાની સલ્તનતને એવી બનાવી દીધી જેની એ જમાનામાં સારી આલમ ઈર્ષ્યા કરતી હતી.
હકી કહે છે : મેં ખુદ મહમૂદના મેથી સાંભળ્યું કે તેને બાપ સુબુક્તગીન કહેતો હતો કે મારા બાપને લેકે “કરા બહકમ” કહેતા હતા. તેના વંશની કડી ઠેઠ ઈરાનના પાદશાહ યઝદગુર્દ પર્યત તેણે આવી રીતે મેળવી છે. સુબુક્તગીન બિન જેક કરા બહકમ બિન કઝલ અલાન બિન કરા મિલ્લત બિન કરા નામાન બિન ફીઝ બિન યઝદગુર્દ (ઇરાનને પાદશાહ). ટૂંકમાં અલપ્તગીન પછી તેને પુત્ર ઈસ્લાક ગઝનાના તખ્તને વારસ થયે, પરંતુ એક સાલ બાદ તેનું અવસાન થયું, અને મલકા તગીન અને અમીર પુરી તુર્ક અમીરેની થોડા દિવસની હકૂમત પછી સુબુક્તગીન ઈ. સ. ૯૭૫ (હિ. સ. ૩૬૫)માં ગઝનાના તખ્ત ઉપર બેઠો અને સતનતને વિસ્તર્ણ કરવામાં મગૂલ થયો. સુબુક્તગીનને બે પુત્ર હતા. અલ
૧. તારીખે ફરિશ્તા–ભા-૧ “હિંદુસ્તાનમાં ઇસ્લામના ખ્યાનમાં ૨. તબાતે નાસિરી–કલકત્તા
૩. તારીખે તબકતે નાસિરી સુબુકતગીનનું પ્રકરણ–પરંતુ મારી ધારણું મુજબ મહમૂદના વંશની કડી ખરી નથી. ચોક્કસ સતે ગણતાં યઝદયુથી માંડી સુબુગીન સુધીમાં દસ કે બાર પેઢી હોવી જોઇએ.