________________
૨૬૮ ]
ગુજરાતના ઇતિહાસ
અને ત્યાંસુધી પહોંચી શકતા હાત તે તમને બતાવી દેત. મહમૂદે તેને ઘેાડા ઉપર સવાર કરી આગળ ચાલવાના હુકમ કર્યાં. તે પછી તેની રાહબરીથી તે તે મુકામ ઉપર પહોંચ્યા. પરંતુ કાઈ ઠેકાણે ઘાટ નજરે ન પડયા. કેટલાક આદમીએ પાસેથી પાણી વિશે પૂછપરછ કરાવી, પરંતુ કાઇપણ ઠેકાણે ઊતરી શકાય એવું માલૂમ ન પડયું. આખરે તે જ જગાએ પાદશાહ ખુદાને ભરેાંમે પેાતાના ઘેાડાને ઝંપલાવી બહાર નીકળી આવ્યા. તેનું લશ્કર પણ તેની પાછળ ભયભીત થયા વગર પાર ઊતરી ગયું.૧ પરંતુ ખચીત જ છે કે એક રાત અને દિવસમાં પાણી નહિ મળવાથી ફાજની હાલત ખરાબ થઇ ગઇ હશે. કેટલાએ આદમીએ બીજી દુનિયાના રસ્તે પકડયા હશે અને કેટલાકે ઘણી આફત વેડી મુક્તિ મેળવી હશે. ટૂંકમાં ઘણી મુસીબતેા ઉડાવીને એ લેાકેા સિંધ થઈ મુલતાન પહોંચ્યા અને ત્યાંથી ઈ. સ. ૧૦૨૭ (હિ. સ. ૪૧૭ ) માં ગઝના પહોંચ્યા અને કીમતી બક્ષિસે સાથે સુલતાને ફતેહના સમાચાર ખલીફા અલકાદિર ખિલાહ અબ્બાસીને બગદાદમાં પહોંચાડયા. એ ખુશીને પ્રસંગે ખલીફાએ એટલે મહાન જલસા કર્યો કે જાણે તેણે પોતે જ એ ફતેહ હાંસિલ કરી હોય.૨ એ સમય પહેલાં એની શાહઝાદગી દરમિયાન તેને સામાની બાદશાહુ સૈફુદ્દૌલાના ખિતાબ આપ્યો હતો. હવે ગઝનાના તખ્ત ઉપર બેઠો ત્યારે તેને ખલીફાએ “અમીનુલ મિલ્લત, યમીનુદ્દૌલા’'ના ખિતાબ આપ્યા. ગુજરાતની ફતેહ બાદ ખલીફાએ ‘‘કહે કુદ દૌલતે વલઈસ્લામ”ના ખિતાબૐ ખુરાસાન,હિંદુસ્તાન,
૧. જામે ઉન્નહિકાયાત આપી, પુ. ૧૨૯ દૃારૂલ મુસન્નિષીત હસ્તલિખિત, ૨. રિશ્તા. ભા.૧, નવલિ-શેર
૩. ખલિફાના એ બક્ષિસે। અને ખિતાબેથી મારા એ અભિપ્રાયને અનુમેાદન મળે છે કે એમની મારફત પૂર્વમાં સત્તા કાયમ કરવાના ઇરાદા હતા; વળી હરીફ ઇસ્માલીએ ઉપર પેાતાની શ્રેષ્ઠતા નહેર કરવાના પણ ખ્યાલ હતા.