________________
૩૦૦ ]
ગુજરાતનો ઈતિહાસ પછી સલ્તનતના કારોબાર માટે મને કોઈપણ રીતે છેડો નહિ. તે જ રાત્રે રાજા એક સાંઢણું ઉપર સવાર થઈ ખંભાત ગયો અને ચાળીસ ફરસંગનું અંતર એક રાત દિવસમાં કાપ્યું અને સોદાગરના વેશે શહેરમાં દાખલ થયો.
બજાર અને ગલીચીમાં અલગ અલગ જગ્યાએ રહી કુબ અલીની શિકાયતે વિશેની સત્યતા વિશે તપાસતો રહ્યો. રાજાને સારી રીતે ખબર પડી ગઈ કે મુસલમાન ઉપર અતિ જુલમ થયે છે અને તેઓની કતલ કરવામાં આવી છે. તે પછી તેણે એક વાસણ સમુદ્રના પાણીથી ભરાવ્યું અને સાથે લઈ પાટણ તરફ રવાના થયો. ત્યાં પે તાની રવાનગીની ત્રીજી રીતે તે પહે. સવારે તેણે દરબાર ભર્યો અને કુબ અલીને બેલાવીને કહ્યું કે તમે સર્વ બનાનું ખ્યાન કરો. તેણે તમામ હકીકત સંભળાવી. દરબારી આદમીઓએ તેના ઉપર પેટા ખાનને આક્ષેપ મૂકવાની તથા ધમકાવવાની ઈચ્છા કરી, ત્યારે રાજાએ પોતાના પાણીવાળાને બોલાવી તે વાસણ હાજર રહેલાઓને આપવાને ફરમાવ્યું, જેથી કરીને તેઓ તેમાંથી પીએ. હરેક શખ્સ ચાખીને તે છોડી દીધું અને તેઓ સમજી ગયા કે સમુદ્રનું ખારું પાણી છે, પીવા લાયક નથી. તે બાદ રાજાએ કહ્યું : આ મામલામાં જુદા જુદા ધર્મવાળાને સંબંધ હતા, તેથી મેં કઈ ઉપર ભરોસે ન કર્યો અને મેં જાતે ખંભાત જઈ આ બાબતની તપાસ કરી, ત્યારે માલુમ પડયું કે ખરેખર મુસલમાન ઉપર અતિ જુલમ થયો છે. ત્યારપછી તેણે કહ્યું કે તમામ રેયતની પરિસ્થિતિ વિશે સંભાળ રાખવાની
૧. એક ફરસખ કે ફરસંગ બરાબે ત્રણ માઈલન હોય છે, એક માઈલ બરાબર ૪૦૦૦ ગજ અને એક ગજની બરાબર વીસ આગળ હોય છે. (લગાતે કિશોરી)
આ પ્રમાણે પાટણથી ખંભાત ૧૨૦ માઈલ થાય અને રાજા એક કલાકના પાંચ માઈલ ચાલ્યો.