________________
૩૦૪]
ગુજરાતને ઇતિહાસ (જે લવણપ્રસાદના પુત્ર વિરધવળને પણ વજીર હતો) વગેરે પણ હતા. સાચી વાત તો એ છે કે તે લોકાની હિમ્મતથી જ એક લાખની સંયુક્ત જ જમા થઈ અને બહાદુર ગોરીઓની બલા ગુજરાતના શિરેથી તે સમયે ટળી વસ્તુપાળ અને તેજપાળ બંને અતિ હોશિયાર હતા. તેઓ પોતાના ડહાપણથી જરૂર સમજ્યા હશે કે મુઇઝુદ્દીન મહમ્મદ ગોરી કે અત્યારે તો હારીને ચાલ્યો ગયો છે પણ તે સંપૂર્ણ તૈયારી સાથે જરૂર પાછો આવશે, તેને મુકાબલો આસાન હશે નહિ. તેથી તે એવી ફિકરમાં મંડયો રહ્યો હશે કે કેઈ પણ રીતે સુલતાનને ખુશ કરી ભવિષ્યના હુમલાનો દરવાજો બંધ થાય.
હજ માટે જવાના તે સમયે જુદા જુદા રસ્તા હતા ? (૧) ગઝના અને ગારથી જમીન માર્ગે ઈરાકમાં થઈ મક્કા,
(૨) સિંધનું બંદર દેબલ કે મસૂરાથી સમુદ્રમાર્ગે બસરા અને બસરાથી મક્કી;
(૩) સિધના બંદરથી સમુદ્રમાર્ગે મુખા (યમન) ત્યાંથી મઝા
(૪) ખંભાત અને ભરૂચથી સમુદ્રમાર્ગે મુખા અને ત્યાંથી મક્કા.
જો કે જમીનમાર્ગની સફર દરિયાઈ માર્ગ જેટલી જ મુશ્કેલીભરી હતી તેથી જેને જ્યાંથી નજીક પડતું ત્યાંથી તે ચાલ્યો જતો. આ ઉપરથી સિંધની ફતેહ પછી સુલતાનની મા કે મુશિદ (કે બંને) સિંધનાં બંદરેથી રવાના થયા હોય એ સંભવિત છે. વળી તે જમાનામાં વહાણવટાની રીત એવી હતી કે લોકે બની શકે ત્યાં સુધી સામાન્ય રીતે કિનારે કિનારે કાંઠાનાં સ્થળોએથી પસાર થઈ લઈ જતા હતા. એમ ગણતાં ગુજરાતના કિનારાની સામે જ્યારે જહાઝ આવ્યું હશે ત્યારે વસ્તુપાળ પોતાની તદબીર અમલમાં લાવ્યા હેય, એ ઘણું જ સંભવિત છે; જેમકે ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યું છે; અને પછી છાનામાના સુલેહ કરી એ વિનંતિ કરી હેય કે