________________
મુસલમાનોના હુમલા
[ ૩૦૩ અસબાબ લૂંટી લીધો, પરંતુ તે પછી રાજાએ તે અસબાબ ફરીથી અપાવ્યું, અને ઘણું જ વિવેક બતાવ્યો. જ્યારે આ ખબર દિલ્હી પહેાંચી, ત્યારે સુલતાન અતિ ખુશ થયો, અને રાજાને ઇનામ આપવાની ઇચ્છા કરી. રાજાએ વિનંતિપૂર્વક કહ્યું કે ગુજરાત પર ચડાઈ ન કરવામાં આવે એ જ એક મહાન બક્ષિસ છે. સુલતાને તેને સ્વીકાર કર્યો, અને રાજાની ફિકર જતી રહી.” આ પ્રમાણે લખી આગળ રદિયો આપતાં લખે છે કે એ કિસ્સો તદન ગલત છે. કારણ કે ઇસ્લામી તવારીખોમાં એને કંઈ પણ ઉલ્લેખ નથી, એટલે સુધી કે સુલતાનની માતાની જાત્રાએ જવા વિશે પણ કંઈ લખ્યું નથી. આ ઉપરાંત વીરધવળ ઇ. સ. ૧૨૩૩ થી ઈસ. ૧૨૩૮ (હિ. સ. ૬૩૧ થી હિ. સ. ૬૩૬) પર્યત રાજ્યક્તો રહ્યો. ગુલામ વંશમાં બે મુઇઝુદ્દીન થઈ ગયા. પહેલે મુઇઝુદીન બહેરામશાહ ઈ. સ. ૧૨૩૯ થી ઈ. સ. ૧૨૪૩ (હિ. સ૬ ૩૭ થી હિ.સ. ૬ ૩૯) પર્વત અને બીજું મુઇઝુદીન કાબાદ આ ખાનદાનને આખરી બાદશાહ છે. ટૂંકમાં પહેલે મુઇઝુદીન પણ વિરધવલના અવસાન બાદ તખ્તનશીન થયો. આ ઉપરથી સાફ સાફ જણાઈ આવે છે કે આ કિસ્સો જોડી કાઢેલો વજૂદ વગર છે. પરંતુ મારા ધારવા મુજબ એક બીજી બાબત એવી છે જે સંશોધનથી કંઈક સાચી સાબિત થાય એ બનવાજોગ છે, અર્થાત્ જેમકે ઉપર કહેવામાં આવ્યું છે. આ મુઈ ઝુદીન તે ગુલામ વંશને મુઇઝુદ્દીન નથી, પરંતુ એ શિહાબુદ્દીન ગોરી છે જે મુઇઝુદીન મહમ્મદ પણ કહેવાય છે અને જેને નાયબ કુબુદીન અઈબેક હિંદને હાકેમ હતો. મેઈઝુદ્દીન મહમ્મદ (શિહાબુદ્દીન) ગેરીએ ઈ. સ. ૧૧૭૮ (હિ. સ. પછ૪)માં ગુજરાત ઉપર હુમલો કર્યો તેને અટકાવવા માટે નાયિકાદેવી પોતાના ધાવતા બાળક મૂળરાજને લઈને તેના કાકા ભીમદેવ બીજા સાથે નીકળી તેની સાથે મુન્ના તમામ રાજાઓ એકત્રપણે હતા, તેમાં વાઘેલા ખાનદાનને સ્થાપક અરાજ અને લવણપ્રસાદ તેમજ તેને વછર વસ્તુપાળ