________________
૨૯૮]
ગુજરાતનો ઇતિહાસ કરી જંગનું મેદાન જીતી લીધું. રજપૂતને શિકસ્ત મળી. આ જંગમાં પચાસ હજાર દુશ્મને માર્યા ગયા, અને તુક ફોએ વીસ હજાર ગિરફતાર કર્યા. કુબુદીનને લૂંટને પુષ્કળ માલ મળ્યા અને શાનોશૌકત સાથે ગુજરાતમાં એ દાખલ થયો. તેણે ખાસ અણહીલવાડ (નહારવાલા) પાટણ ઉપર કબજો જમાવ્યો. તે એક મોટા અમલદારને પાટણનો હાકેમ બનાવી પોતે દિલ્હી તરફ રવાના થશે. ઘણું કરીને તે જ સાલ કે બીજી સાલ (હિ. સ. ૧૯૪) કુબુદીનને થના જવાની જરૂરત પેશ આવી અને તે ગઝના ચાલે ગયે. મારું માનવું છે કે તે એ જ કારણથી ગુજરાતને કબજો હાંસિલ કરી શક્યો નહિ. તેણે ગુજરાતમાં કોઈ મદદ ન મોકલી તેમજ તે પોતે પણ આવી શક્યો નહિ. આ કારણથી એ તેના કબજામાંથી જતું રહ્યું. પાટણમાં કેટલા વખત પર્યત હાકેમ રહ્યો તે મને કોઈ પણ તારીખમાંથી મળતું નથી, પરંતુ ગુજરાતી તારીખે ઉપરથી એ વાત ખાસ માલુમ પડી જાય છે કે કેટલાક દિવસો બાદ ભીમદેવે પાટણનો કબજો લીધો. બહારની લડાઈ અને અંદરના બળવાથી સલ્તનત અતિ કમજોર થઈ ગઈ અને એ જ કારણથી બીજા ભીમદેવની આંખ બંધ થતાં સોલંકી ખાનદાનને અંત આવ્યો અને વાઘેલા વંશ ગુજરાતનો રાજ્યકર્તા બને. અક્સોસની વાત છે કે મને કુબુદ્દીન અઈબેકના સિક્કા મળ્યા નથી.
સુલતાન શમ્સદ્દીન અલ્તમશને જમાને ઈ. સ.૧૨૧૭ (હિ. સ. ૬૭) થી માંડી ઈ. સ. ૧૨૩૫ હિ. સ. ૬૩૩) પર્વતને છે. તેના સમયમાં રુદ્દીન મોહમ્મદ ફી એક અતિ વિદ્વાન શમ્સ થઈ ગયો હતો. જામેઉહિકાયાત તેનો જ ગ્રંથ છે. તેમાં
૧. ઝફરવાલા, અરબી ભાષામાં ગુજરાતના ઇતિહાસમાં લખવામાં આવ્યું છે કે તે વખતથી માંડી ગ્રંથકારના ઉલ્લેખ પર્યત નરવાલા મુસલમાનોના કબજામાં રહ્યું. આ સત્ય નથી. અલાઉદ્દીન ખલજીના વખતથી અલબત્ત નહારવાલા ઉપર મુસલમાનોને પર કાબૂ થયો.