________________
મુસલમાનોના હુમલા
[ ૨૯૭ આવ્યું ન હતું, પરંતુ લડાઈ છેડવામાં આવી. આ લડાઈમાં કુલ્સદીન ઘોડે જખ્ખી થઈ પડી ગયું અને ખુદ કુબુદીન પણ જખ્ખી થયો. લકે તેને ઉઠાવી અજમેર લાવ્યા. આવી રીતે મુસલમાનોને શિકસ્ત મળી. રજપૂતે બહુ ખુશ થયા. આ દરમિયાન ગુજરાતની ફેજ પણ પહોંચી ગઈ. રજપૂતોમાં એક નવું જોમ આવ્યું, અને મોટી હિંમત અને બહાદુરી સાથે ગુજરાતની ફેજ લઈ અજમેરને ઘેરો ઘાલ્યો. તે વખતે કુબુદીન પાસે ફોજ થોડી હતી, તેથી તે . બહાર નીકળી ઘરે તેડી શકે તેમ ન હતું. આ ખબર સુલતાન શિહાબુદ્દીનને મળી ત્યારે તેણે એક બળવાન ફોજ મદદ માટે રવાના કરી. તે સાથે ઈસ્લામખાન અસદુદીન, અર્સલાન, ખલજી, નસીરુદ્દીન હુસેન, અઇઝુદ્દીન મુવીદ અને શરકુદીન મહમ્મદ જેવા મોટા ઉમરા મેજૂદ હતા. જ્યારે રજપૂતોને આ વાતની ખબર પડી ત્યારે તેઓ નાહિંમત થઈ ગયા અને હરેક શખે પોતપોતાના ઘરનો રસ્તો લીધે. એમ માલૂમ પડે છે કે કુબુદ્દીનને ગુજરાતના , રાજા તરફથી પણ તકલીફ પહોંચી, તેથી તેણે ગુજરાતના રાજાને શિક્ષા કરવાને પૂરે ઈરાદો કર્યો. જેમકે ઈ. સ. ૧૧૯૬ (હિ. સ. ૫૯૩)ના સફર મહિનાની ૧૫ મી તારીખે અજમેરથી ગુજરાત તરફ એક અનુભવી લશ્કર સાથે રવાના થયો. ગુજરાતને રાજા તેના મદદગારો સાથે મુકાબલા માટે નીકળે. કુબુદ્દીનને ખબર પડી કે આબુગઢમાં આસપાસના તમામ રાજાઓ રસ્તો રોકવા માટે મોજૂદ છે, અને ગુજરાતની ફોજ પણ આવી પહોંચી છે. ટૂંકમાં કુબુદ્દીન તે તરફ રવાના થયે, રસ્તામાં આવેલા જુદા જુદા કિલ્લાઓ ઉપર કન્ના કરતો કરતે આબુગઢ પહોંચી ગયો. બંને જે વચ્ચે એક ખૂનરેજ લડાઈ થઈ તુક ફોજેએ ખીણમાં ઘૂસી જઈ કલેઆમ શરૂ કરી દીધી. રજપૂતોએ પણ પીઠ ફેરવવાના કસમ ખાધા હતા. બંને બાજુથી મહાન લડાઈ થઈ, બંનેએ પિતાની બહાદુરીનું જવાહર બતાવ્યું. આખરે કુબુદીનની તુક ફોજેએ એક બહાદુરીભર્યો હુમલો