________________
૨૯૦ ]
ગુજરાતને ઇતિહાસ એની જ રાહ જોતું હતું. તેણે ચાલાકીથી પાછળ રહેલી ફેજ લઈ ઘેરી લીધા અને એ સખત હુમલો કર્યો કે રજપૂતો હડી શક્યા નહિ અને ગેરીઓની જીત થઈ - ૩. જો કે સોલંકી ખાનદાન નબળું અને કમજોર થઈ ગયું હતું, પરંતુ વાધેલા ખાનદાન ચડતી અને ઉન્નતિના શિખર પર હતું, અને સલ્તનતમાં તેની જ ડખલ વધારે હતી. અર્ણોરાજ વાઘેલા, લવણપ્રસાદ વાઘેલા અને તેના પુત્ર વિરધવળ જેવા ચાલાક લેના હાથમાં રાજ્યની લગામ હતી. એ ખાનદાન ઉન્નતિ કરતું જતું હતું, તેથી એક જીવતી જાગતી બહાદુર કેમ હવાના કારણે બળવાન રજપૂતની ટુકડી તેની આસપાસ જમા થઈ હતી. અને તેમની જ બહાદુરીને નતીજે ફતેહના રૂપમાં પ્રકટ થયો.
૪. ગઝનવીના વખતોવખતના હુમલાએ હિંદુ રાજાઓને હોશિયાર કર્યા હતા, તેથી શિહાબુદ્દીન ગોરીનું આવવું મહમૂદ ગઝનવીની જેમ અચાનક ન હતું. ગુજરાતીઓને તેની ખબર મળી ગઈ હતી અને તૈયારી કરવાનો મોક્કો મળી ગયો હતો. ત્યારપછી જે ફેજ ગોરી સાથે લડી તેમાં નવા સિપાઈઓની જમાવટ ન હતી, પરંતુ એ બહાદુર અનુભવી રજપૂતોની એક ઘડાયેલી જ હતી.
૫. એક મોટી વાત તો એ છે કે એ સમય પર્યત ગોરીઓને પહાડી જંગમાં રોકાવું પડતું હતું, અને તેને જ તેમને અનુભવ હતો. મેદાની જંગમાં ઊતરવાને તેમને કદી સંજોગ સાંપડયો ન હતે. એ જાણે કે, પહેલી જ મેદાની લડાઈ હતી જે તેમને લડવી પડી. બેશક સિંધમાં તેમણે મેદાનમાં જ જંગ ખેલ્યો હતો, પરંતુ ત્યાં તેમને ગઝનવી ખાનદાનની નબળાઈનો લાભ લઈ બળવો કરનાર ઈસ્માઈલીઓને જ મુકાબલો કરવાનો હતો. તે ઉપરાંત મહમૂદ ગઝનવીએ કર્યું હતું તેમ ન કરતાં તેણે આવવાને રસ્તો કચ્છના રણમાં થઈને પસંદ કર્યો હતો. એનું પરિણામ એ આવ્યું કે જે વખતે એ જ ગુજરાત પહોંચી ત્યારે કંટાળીને થાકી ગઈ હતી અને તેને દમ