________________
મુસલમાનોના હુમલા
- ગારીની હારના કારણે
ગોરીઓની હાર વિશે ઊંડો વિચાર કરવામાં આવે છે ત્યારે તે તે માટેનાં નીચેનાં કારણો મને માલુમ પડે છેઃ
૧. એમ જણાય છે કે ગઝનવી સુલતાનની માફક ગુજરાત જીતવાને ખાસ ઈરાદો ન હતો. તે મુલતાન અને “ઉ”માં આવ્યો હતા. સાથે સાથે ગુજરાતમાં પણ પિતાની ધાક બેસાડતા જવાને વિચાર કર્યો. જેવું કે કેટલાક ઇતિહાસમાં એમ પણ લખવામાં આવ્યું છે કે ગઝનામાં જરૂર પડવાથી જલદી પાછો ગયો અને બીજી વખત ગુજરાત ઉપર હુમલો કર્યો નહિ; આ મારી વાતનું સમર્થન કરે છે. નહિ તો દિલ્હીની માફક ફરીથી હારનો બદલો લેવાને તેનું આવવું જરૂરી હતું અને મારી ધારણું મુજબ એ જ કારણથી મહમદ ગઝનવીની જેમ સાહિત્ય સામગ્રીને સારે બંદોબસ્ત કર્યો ન હતો. વળી રણ ઓળંગવા માટે પાણીની બિલકુલ વ્યવસ્થા ન હતી. એ કારણને લઈને ફેજની બહુ ખરાબી થઈ.
૨. ગઝનવી લેકેના હિંદુસ્તાન ઉપર વારંવારના હુમલાથી તેમજ ગઝનાની જેમાં હિંદુઓની ભરતીને લઈને હિંદુઓ મુસલમાનની લડાઈની રીતથી વાકેફ થઈ ગયા હતા અને તેને મુકાબલે કેમ કરવો તે પણ શીખી ગયા હતા. જેમકે એ જ કારણથી ગોરીએ ગુજરાતીઓ સામે હાર ખાધી, એટલું જ નહિ પરંતુ દિલ્હીના પૃથ્વીરાજે પણ એને શિકસ્ત આપી હતી. પરંતુ ગોરીએ જંગની ઢબ બદલી ત્યારે તે કામિયાબ થયા. જેમકે દિલ્હીની બીજી લડાઈમાં રજપૂતોએ સવારોને ઘચૂમલે કરી લડાઈ શરૂ કરી અને બંને બાજૂ ફેલાવી વચલો માર્ગ સાફ કર્યો ત્યારે ગેરી એ ચાલબાજીમાં ન સપડાયે, પરંતુ અશ્કાની (ઈરાનની એકકોમ જેણે લગભગ પાંચસો વરસ ઈરાન ઉપર હકૂમત કરી હતી) કેમની માફક હારેલી ફેજની જેમ પાછળ હઠવા માંડયું. રજપૂતે તેને હારેલા ધારી પોતપોતાની પાંખમાંથી અલગ થઈ દુશ્મનો ઉપર તૂટી પડયા. ગોરી લશ્કર પણ
૧૯