________________
મુસલમાનોના હુમલા
રિ૯૧ લેવાનો કંઈ પણ મોકો મળ્યો ન હતો, પરંતુ ગુજરાતી ફેજ તો તાજદમ હતી.
૬. ગુજરાતી ફેજની સંખ્યા બહુ મોટી હતી અને ગોરી ફેજ કચ્છનું રણ ઓળંગ્યા પછી થોડી જ રહી ગઈ હતી. તે નિરાશ થઈ વળગીને લડી શકી નહિ.
છે. તે ઉપરાંત ગુજરાતી જેમાં તારી નેક હતા, જેઓ ગેરીઓના મુકાબલામાં બહાદુરીને ન્યાય આપતા હતા અને તેઓ બિલકુલ પહોંચી વળે એવા હતા. • ૮. શિહાબુદ્દીન ગરીની પાસે કમ ફોજ હતી અને તેની સામે ગુજરાતી ફેજની સંખ્યા એક લાખ જેટલી હતી. તે હરેક રીતે સજજ અને તૈયાર હતી. અને આ ફોજ ભરતી કરેલા નવા સિપાઈઓની ન હતી, પરંતુ બરાબર અનુભવી અને એકત્ર થયેલા તમામ ગુજરાતી રજપૂતોની ચૂંટેલી ફેજ હતી. શિહાબુદ્દીન મેહમ્મદ (મેઈઝુદ્દદુનિયા વદ્દીન) ગોરીના ઉત્તમ સિપાહસોલાર જેઓ હિંદુસ્તાનમાં ફતેહની વૃદ્ધિ કરતા રહ્યા તે નાસિરુદ્દીન કબાયા, કુબુદ્દીન એઈબક અને બખ્તિયાર ખલજી હતા. વજીરમાં ઝિયાઉમુક, મુવીદુભુલક સજરી અને સુભુક કયદાની હતા, જેમાં વિદ્વત્તા ભરેલાં અને રાજકીય કામોએ ગોરી સુલતાનની કીર્તિને શિખરે પહોંચાડી. શિહાબુદ્દીન ગોરી ઉનાળામાં ઘણું કરીને ગઝના અને શિયાળામાં હિંદુસ્તાનમાં રહેતો હતો. તેની ફોજની જમણી પાંખને ઝંડે કાળો અને ડાબી પાંખ લાલ હતો. ફરમાન ઉપર “નટ્સમમિનલ્લાહ” (અલ્લાહ તરફથી સહાય) હતું. તે ૩૨ વરસ રાજ કરી આ દુનિયામાંથી રવાના થઈ ગયો હતો. તેના અવસાનની સાલ નીચેની બે શેર ઉપરથી માલુમ પડે છેઃ
૧. તારીખે હારિશમી ભા. ૧, હૈદરાબાદ, દખણ ૨. પ્રાચીન ગુજરાત, પૃ. ૨૪૭