Book Title: Gujaratno Itihas
Author(s): Maulana Saiyad Abu Jafar Nadvi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 306
________________ ૨૯૪ ] ગુજરાતના ઇતિહાસ :3: કુત્બુદ્દીન અઇમેક ( અન્ન—ત્રિક ) કુત્બુદ્દીન એક તુકી કુટુંબને હતેા. બાળપણમાં એક તુર્કી વેપારી તેને તુર્કસ્તાનથી લાવી નિશાપુર (જે ઈરાનનું મશદૂર શહેર છે) લઈ ગયા, અને તેને કાઝી ક્રુઝાત (ચીફ જસ્ટિસ ) ફખ્રુદ્દીન અબ્દુલ અઝીઝ કૂફ઼ીતે વેચી માર્યાં. કાઝી સાહેબ પે।તે મહાન ઈમામ અમુહનીફાના વંશજોમાંથી હતા. તે વિદ્વાન હતા અને નિશાપુરના હાકેમ હતા. પોતાના બાળકા સાથે સાથે કુત્બુદ્દોનની તાલીમનું પણ એમણે ધ્યાનમાં લીધું હતું. જેમકે કુત્બુદ્દીને કુરાન તેમના બાળકા સાથે પડ્યું હતું. તે ઘેાડેસવારી અને તીર દાઝી પણ સ ંપૂર્ણ રીતે શીખ્યો હતા. તે ફિકસ્ડ (ઈશ્વરોક્ત શાસ્ત્ર) પણ શીખ્યા હતા.૧ સદર સાહેબના અવસાન બાદ એક દાગરે કાઝી સાહેબના સાહેબઝાદા પાસેથી ભારી કીમતે તેને ખરીદી લીધા અને ગઝનામાં સુલતાન શિહામુદ્દીન ગેારી આગળ ભેટ તરીકે પેશ કર્યાં, તેને સુલતાને રીતસર કીમતે ખરીદી લીધા. કુત્બુદ્દીન પ્રશસ્ય સદ્ગુણામાં પારંગત હતા, તેમ છતાં પણ તેના બાહ્ય દેખાવ સુંદર ન હતા, વળી તેના હાથની ટચલી આંગળી તૂટી ગયેલી હતી, અને એજ કારણે લોકા તેને “ઈબિક ગુલ કહેતા હતા; પરંતુ સદ્ગુણામાં તે ખીજા ઘણાથી ચડિયાતા "" ૧. ફુલવાલા ભા. ૨, યુરેપ ૨. ઝુલવાલા ભા. ૨, યુરોપ—માં લખવામાં આવ્યુ છે કે ખુદ ખ઼ુદ્દીન સાહેબ ખરીદ કરી ગઝના લઇ ગયા. બાકીના ઇતિહાસકારોએ ખાસ કરીને ફિરસ્તાએ તેના અવસાન પછી ગઝના ગયા એમ લખ્યુ છે. શક ૩. તબકાતે નાસિી અને ફરિશ્તાની તારીખે હિં' ભા. ૨, પૃ. ૧૮૨માં “અ” અર્થાત્ “ચંદ્ર” અને “એક” (બેગ) અર્થાત્ “શેઠ” લખ્યું છે અને ફરિશ્તા તખકાતે નાસિરીના શબ્દોને ભાવા ખેાટી રીતે સમયેા છે. તેણે અર્ધબિકને અર્થ તૂટેલી આંગળી કર્યા છે પણ ઉપથી આ અ નીકળે છે. શિલાલેખમાં જોડણી “અર્ધ-બેક” છે. તે સમયમાં એ નામના બીજા

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332