________________
૨૮૮]
ગુજરાતનો ઈતિહાસ સરહદમાં આવી પહોંચ્યું.૧ તે સમયે ગુજરાતના તખ્ત ઉપર મૂળરાજ હતે. (હિ. સ. ૫૭૩ થી હિ. સ. પ૭૫–ઈ. સ. ૧૧૭૭ થી ઈ. સ. ૧૧૭૯) તે કમઅક્કલવાળો છોકરો હતો, તેથી વજીરે અને વાઘેલા ખાનદાનના મહત્ત્વાકાંક્ષી રજપૂત અને બીજો ભીમદેવ તે સમયે સલ્તનતમાં ભાગ લેતા થઈ ગયા હતા, તેમણે અતિ બહાદુરી અને નિર્ભયતાથી લડાઈ કરી અને અંદર જંગી હાથીઓ હેવાથી ફેજને ભયગ્રસ્ત કરી નાખી; તે ઉપરાંત ગુજરાતીઓએ પણ ફેજમાં તારની ભરતી કરી હતી અને તેઓની મોટી સંખ્યા હતી. એ સમય પર્યત સુલતાન ગોરીને રજપૂત સાથે મુકાબલો કરવાને સંગ સાંપડે નહોતે, અને એ જ સબબથી હિંદી બહાદુરીના તલવારના ઘાથી નાવાકેફ હતું. ગુજરાતી રજપૂતોને પણ સિંધી જેવા સમજતા હતા, પરંતુ અનુભવે તેને બતાવી આપ્યું કે તેમ નહતું. ટૂંકમાં સુલતાન શિહાબુદ્દીન ગરીને હાર મળી અને કચ્છનું રણ ઓળંગી તથા ઘણી મુસીબત બરદાસ્ત કરી મુશ્કેલીથી તે ગઝના પહે. શિહાબુદ્દીન ગોરી ગુજરાતથી અઝના પહોંચ્યો ત્યારે જાસૂસોએ ખબર આપી કે “નહવાલા” (પાટણ)માં ફલાણું વેપારીને મારફતિયે મુનીમ અહીં મોજૂદ છે અને તેની પાસે દશ લાખ બાલૂતરા (સિક્કા) છે. જે તેની પાસેથી લઈ ખજાનામાં દાખલ કરવામાં આવે તે નુકસાનીને બદલે મળી રહે. સુલતાને કહ્યું કે એ માલ નહારવાલામાં મેળવ્યું હોત તો મારે માટે હલાલ હેત; મુનીમ પાસેથી ગઝનમાં લે તે ઈન્સાફની વિરુદ્ધ છે.*
૧. સામાન્ય તારીખેમાં આ જ સાલ છે, પરંતુ ઝફરવવાલામાં હિ. સ. ૧૭૫ છે.
૨. તબકતે નાસિરીમાં પૃ. ૧૧૬ ઉપર ભીમદેવને માટે “બાળક” લખ્યા છે. પરંતુ ગુજરાતી ઇતિહાસ ઉપરથી માલૂમ પડે છે કે મૂળરાજ બાળક હતા અને એ જ સ ચી વાત છે.
૩. તારીખે હાશિમી, ભા. ૨, પૃ. ૨૧૪, હૈદ્રાબાદ ૪. જામેઉલ હિકા યાતા–ઓરી