________________
૨૮૬ ]
ગુજરાતના ઇતિહાસ
કુત્બુદ્દીન એક લડાઈમાં માર્યાં જતાં ઈઝુદ્દીન હસન નામનેા તેને પુત્ર ગાદીના વારસ થયા.
અમીર ઈઝુદીન હસનને સાત પુત્રેા હતા : શુજાઉદ્દીન અલી, ખ઼ુદીન મસઉદ, કુત્બુદ્દીન મેાહમ્મદ, અલાઉદ્દન હુસેન, શિહાબુદ્દીન મહમ્મદ, સમુદીન અને બહાઉદ્દીન સામ; મજકૂર અમીરે પોતાની તાકત બહુ વધારી, અને ખુદમુખ્તાર રાજ્યકર્તાની માફક હકૂમત કરવા લાગ્યા, કારણ કે ગઝનવી તાકત કમજોર થઈ ગઈ હતી. આ સાત ભાઈઓમાંથી સફુદ્દીન સૂટી તખ્તનશીન થયા. કુત્બુદ્દીન મેાહમ્મદ પેાતાના ભાઈએથી નારાજ થઈ ગઝના આવ્યા. બહેરામ શાહુ ગઝનીએ તેના અતિ આદરસત્કાર કર્યાં અને પેાતાની પુત્રી સાથે તેનુ લગ્ન કર્યું; પરંતુ કુત્બુદ્દીને બાદશાહી ઠાર્ડમાં રહેવાનુ "ઈખ્તિયાર કર્યું હાવાથી બહેરામશાહે વહેમાઇ ને તેને મારી ન`ખાવ્યા.
આ ખબર ગારમાં પહાંચી ત્યારે સકુદ્દીન સૂરી એક મહાન ફાજ લઈ ગઝના આવી પહેાંચ્યા. બહેરામશાહ હિંદમાં આવ્યે પરંતુ ગઝનાના કાને સપુદ્દીન સૂરી સાથે બનતું ન હતું, તેથી ચુપકીથી બહેરામશાહને મેલાવ્યા અને સૈફુદ્દીન સૂરીને ગિરફતાર કર્યાં અને પછી કંગાલ સ્થિતિમાં શૂળી ઉપર ચડાવ્યેા. આ વાતની ખબર ગારીએાને પડી ત્યારે બહાઉદ્દીન સામ ઈ સ. ૧૧૪૯ (હિ. સ. ૫૪૪) માં વેર લેવાના ઇરાદાથી એક ફેાજ લઈ રવાના થયા; પરંતુ રસ્તામાં તેનું મરણ થયું, તેથી અલાઉદ્દીન હુસેન જે એક લશ્કરી આદમી હતા તે ફોજોની નાયક થઈ એકદમ ગઝના પહોંચ્યા. બહેરામશાહે તેને દૂર કરવાની ઇચ્છા કરી, પરંતુ સુલેહ તરફ વલણ દેખાડયું નહિ. આખરે લડાઈ થઈ, બહેરામશાહ હિંદ તરફ ના, અને અલાઉદ્દીને સાત દિવસ પ ત ગઝનામાં લૂટમાર જારી રાખી. તમામ શહેરમાં આગ લાઞવાથી રાખને એક ઢગલા થયેા. એ જ કારણથી અલાઉદ્દીન હુસૈનને ‘જહાનસૂઝ’ પણ કહે છે. ભાઈ એની લાશ લઈ ગેાર વાપસ આવ્યે, ઇ. સ. ૧૧૫૬ (હિ. સ. ૫૫૧)માં મરણ પામ્યા, અને તેના પુત્ર