________________
૨૭૪]
ગુજરાતનો ઇતિહાસ સમજ્યા અને કોઈ બનાવ વિશે કંઈ લખી લીધું. ઘણાએ અંગ્રેજ મુસાફરો વિશેની પણ એ જ હાલત છે કે તેઓ હિંદુસ્તાનમાં ત્રણ ચાર દિવસ રહી સફરનામાં લખે છે તે વાંચી હિંદુસ્તાનના લેટાને વિચાર કરવો પડે છે કે એ કયા મુલ્કની કહાણી હશે.'
અલ્લામા શિલ્લીનું ખ્યાન અમુક અંશે બિલકુલ સત્ય છે, પરંતુ ખાસ કરીને એ બનાવમાં સંશોધનથી સુધારો કરવાની ગૂંજાઈશ રહે છે :
૧. પ્રથમ તો હિંદુઓ હાથીદાંતને હરામ સમજે છે એ વાત ખરી વસ્તુરિથતિની વિરુદ્ધ છે; તમામ હાડકાંમાં હાથીદાંતને જ પાક હોવાને દરજજો મળે છે. તેની મૂર્તિ બનાવવામાં આવે છે, એટલું જ નહિ પરંતુ બરકત માટે (નાનાં નાનાં) મંદિરો તૈયાર કરવામાં આવે છે. ગુજરાતના કેટલાએ રાજાઓ શિકાર માટે નીકળતા ત્યારે હાથીદાંતની મૂતિઓ અને નાનાં મંદિરે સાથે રાખતા હતા. અને તે ઉપરાંત એ પણ છે કે એ મુલ્ક (ગુજરાત અને સૌરાષ્ટ્ર)માં સ્ત્રીઓ માટે લગ્ન પ્રસંગે હાથીદાંતની ચૂડી પહેરવી જરૂરી છે. હાલમાં પણ કાશીના એક મંદિરમાં હાથીદાંતની મૂર્તિ છે.
૨.૩.૪. બાકીની ત્રણ બાબતો માટે એક જ જવાબ છે. અર્થાત એ વાત સત્ય છે કે ગેરમુલ્કી હેવાથી વસ્તુઓનાં ચોક્કસ નામ સમજવામાં ગેરસમજ થઈ હોય અને પિતાના મુલ્કના લેકેને સમજાવવા માટે ઈરાનના શબ્દો લોકે આસાનીથી સમજી શકે તેમને જ ઉપયોગ કર્યો. આવા દાખલા પરદેશમાં જવાથી આજ પણ નજરે પડે છે. એક હિંદી મુસલમાન ચીન કે બર્મા જાય છે તે વગર વિચાર્યે શરૂઆતમાં તેમનાં પ્રાર્થનાનાં સ્થળને મંદિર અને પૂજારીને બ્રાહ્મણ કહી દે છે અને જ્યારે તે સાથે કદી વાતમાં ઊતરે છે ત્યારે તેમને જદી સમજાવવાના ખ્યાલથી તેમનાં ખાસ નામો હેવા છતાં એ જ મંદિર અને બ્રાહ્મણના શબ્દોનો ઉપયોગ કરે છે.
૧. શેરૂલ અજમ, ભા ૨, પૃ. ૪૫