________________
મુસલમાનોના હુમલા
[ ર૭૯ પાસે કોઈ સાબિતી નથી. તેથી એમ કહી શકાય છે કે ગઝનવી ફેજની ફતહ સમયે એ નવાં વપરાતાં હથિયારે તેમની પાસે હતાં તેને પણ ઉપયોગ થતો હતો.
(૫) લડાઈ લડવાની રીત પણ એક અજબ તરેહની હતી જેનાથી કામ કામનાં કિસ્મત પલટાઈ જતાં હતાં. ગઝનવી ફેજ લગભગ પચીસ વરસથી રજપૂતો સાથે લડતી રહી હતી તે રજપૂતોની લડવાની રીતભાતથી પૂરી રીતે વાફેફ હતી અને તે માટે વ્યવસ્થા કરી રાખી હતી. એ કારણથી મોટી મોટી ફોજને તેણે હરાવી હતી, પરંતુ ગઝનવી જે જંગ ખેલવાની રીત એવી શોધી કાઢી હતી કે જે બહુધા હિંદુસ્તાનમાં ચાલુ નહતી. અર્થાત તેમની લડવાની રીત એવી હતી કે સવારેની પલટણ ટોળાબંધ બની હુમલે કરતી હતી, અને એક પલટણ પોતાનું આ કામ કરી રહેતી ત્યારે પાછળ હઠી જતી અને બીજી પલટણ જે તેની પાછળ રહેતી તે તેની જગ્યા લઈ લેતી. આ રીતે તે જ જલદી થાકી ન જતી અને ટેળાબંધ બની લડાઈ કરતી હોવાથી વિખેરાઈ જતી નહિ, પરંતુ ઘણી વખત દુશ્મનોને ઘેરામાં લઈ લેતી.
(૬) બને કેજો વચ્ચે વધારેમાં વધારે તફાવત એ હતો કે ભીમદેવની ફેજ કર કેજ હતી; તેની ઇચ્છા ત ભીમદેવના હુકમનું પાલન કરવાની હતી. પરંતુ મહમૂદની ફોજમાં ૩૦૦૦૦ એવા આદમી હતા કે જે ફક્ત જાનની કુરબાની માટે જ આવ્યા હતા. તેને માસિક પગાર કાંઈ પણ નક્કી કરવામાં આવ્યો હતો. તેઓ પિતાના દેશ અને કામની ઈજજતને કોઈ પણ રીતે બચાવ કરવાને જ આવ્યા હતા. તેમાં એક પણ જતો રહે તેની તેમને પરવા ન હતી.
સાચું પૂછો તો ભીમદેવને પણ મોહલત મળી હતી અને શુરવીર યોદ્ધાઓને જમા કરવાનો મોકો મળ્યો હોત તો ફતેહનો હાર કાની ડેકમાં પડત એ નક્કી કરવું મુશ્કેલ હતું.