________________
ર૭૮ ].
ગુજરાતનો ઈતિહાસ કર્યું. અસની વાત એ છે કે આ હિંદુસ્તાનનો પુરાણી ચાલ છે જેને લઈને હંમેશાં પરદેશીઓ ફતેહમંદ થયા છે. હિંદુસ્તાનમાં જે અસુર હજાર વર્ષ પહેલાં કામ કરી રહ્યો હતો તે આ જ પણ કરી રહ્યો છે. હું ઈચ્છું છું કે હિંદુસ્તાન આ બાબત સમજે!
(૪) મુસલમાને ચાર સાલથી હિંદુસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, ઈરાન, સિરિયા, અરબસ્તાન, મિસર, આફ્રિકા અને યુરોપ ઉપર ચડાઈ કરી ચૂક્યા હતા, તે કારણથી તેમની પાસે હરેક મુશ્કનાં વપરાતાં શસ્ત્રો મોજૂદ હશે. જેમકે નખતેલ વિશે હિંદીઓને બિલકુલ ખબર નથી; આવી જાતનાં બીજાં હથિયાર જેવાં કે મંજનીક વગેરે એવાં હતાં કે જે હિંદીઓના ઉપયોગમાં કદી આવ્યાં હતાં. મહાભારતના જંગમાં જે જે શસ્ત્રોનાં નામો આપ્યાં છે તે બેશક હેરત પમાડે તેવાં છે; પરંતુ પાંચમી સદી હિજરીમાં પણ એ તમામ હથિયારો મેજૂદ હતાં અથવા તે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો કે નહિ તેની ખાત્રી માટે મારી
૧. મન્જનીકા(મન જેનીક) આ નામ માટે ઘણું ઘણાં કારણે આપવામાં આવે છે. કેટલાક એને ફાસી (મન ચે નેક)નું અરબી રૂપ કહે છે. પરંતુ ઘણું કરીને એ શબ્દ યૂનાની ( “મન જાને કું") ઉપરથી છે, જેને અર્થ જાદુ અને ખેલ તમાશો છે. ઈબ્દ ખકાનનો પણ એ જ અભિપ્રાય છે કે એ શબ્દ કેઈ બીજ ઝબાનનું અરબી રૂ૫ છે. તેની શોધ પહેલાં કિલ્લાની દીવાલ તેડવામાં અને કિલ્લાની અંદર શીઘદાહી સળગતી બદબાવાળી સળેલી ચીજો તેમજ પથ્થર ફેંકવા માટે યુરોપ, ઈસ્લામી મુલ્ક અને ચીનમાં એ હથિયારને ઉપયોગ થતો હતો. માર્કોપોલના સફરનામામાં એની ૧૭ તસ્વીર આપવામાં આવી છે.
બલાઝરીએ કુતૂહુબલદાનમાં લખ્યું છે કે
મેહમ્મદ બિન કાસિમે હિ. સ. ૯૪ માં સિંધમાં આવેલા “દેબલ' નામનું સ્થળ છતતી વખતે જે “મજનીક”નો ઉપયોગ કર્યો હતે તે ઉપર ૫૦૦ આદમી કામ કરતા હતા, અને તેનું નામ “અલઉરૂસ” અર્થાત “તાજી પરણેલી છોકરી” રાખવામાં આવ્યું હતું.