________________
૨૦૨]
ગુજરાતનો ઈતિહાસ છે. સુલેહ કરવાની શરતે તે પોતાના તંબુમાં પાછો આવે છે અને બીજે દિવસે ગઝના ખાન કૂચ કરી જાય છે. ત્યારપછી રાજા પિતાના રસાલા સાથે દબદબાભરેલી રીતે જાત્રાએ જાય છે. ૧
એ એક એ કિસ્સો છે કે જેનું ઈસ્લામી તારીખમાં સમથન નથી પરંતુ જે એમાંથી વધુ પડતી વાતો કાઢી નાખવામાં આવે અને ફક્ત કામ પૂરતી બાબત ઉપર વિચાર કરવામાં આવે તો એટલું તો કબૂલ કરી શકાય કે ગઝનાના કેઈક ખાને હુમલાનો ઈરાદો કર્યો હતો અને ગુજરાતનો સમ્રાટ જાત્રા જવાના હોવાથી જંગ કરવાની ઈચ્છા રાખતું ન હતું, તેથી કાઈ વિદ્વાન સાધુ મારફત સુલેહ માટે તેને તૈયાર કર્યો અને નજરાણું આપી પાછા ફરવાની શરત કરાવી. પરંતુ મુશ્કેલી એ છે કે ગઝનાના સુલતાન કે ગઝનાના કોઈ સરદારની બાબતમાં ગુજરાત જવાના સંબંધમાં કોઈ પણ ઈતિહાસમાં ઉલ્લેખ નથી. સુલતાન મસઉદની ફતેહમાં મકરાણ કસબ (કંદહાર ઈલાકામાં), સરસ્વતીને કિલ્લો, હાંસી અને સોનપત હતાં. તેના જે જે સરદાર આવ્યા, તે ઘણું કરીને ગંગાના મુખ ઉપર ચડાઈ કરતા હતા. કોઈ ગુજરાત તરફ આવ્યું નહિ. ઈ. સ. ૧૧૪૮ (હિ. સ ૪૪૩)માં સુલતાન અલી બિન મસઉદના સમયમાં અલબત્ત સરદાર અલી બિન રબી ગઝનાથી નાસી છૂટી પેશાવર આવ્યો અને મુલતાન અને સિંધ વગેરે ઉપર કબજો જમાવી એવી મજ બૂત અને અડગ ગોઠવણ કરી કે હરેક તરફ સહીસલામતી જ નજરે પડતી હતી. જે અફઘાનો આનંદને ખાતર લૂંટમાર કરતા હતા તેઓને પણ ગ્ય રીતે બંદોબસ્ત કર્યો. સંભવિત છે કે તે ગુજરાત તરફ પણ ગયો હોય અને રાજાએ સુલેહ શાંતિથી કામ લીધું હેય. પરંતુ રાસમાળામાં કુમારપાળ રાજાનું નામ આવે છે જેણે ઇ. સ. ૧૧૪૩ (હિ. સ. ૫૩૮) થી ઈ. સ. ૧૧૭૪ (હિ. સ. પ૭) પર્યત રાજ્ય કર્યું હતું. તેમના સમકાલીનો બડેમ શાહ, ખુસરૌ શાહ, અને ખુસરી
૧. રાસમાળામાં જાતા વિશે ઉલ્લેખ નથી; બીજી ક્તિાબામાં છે.