________________
૨૭૨ ]
ગુજરાતને ઇતિહાસ શા માટે આટલાં બધાં ફિદા છે?' અને તેની હાજરીમાં મેં એ મૂર્તિની ઘણી નિંદા કરી. બ્રાહ્મણે મંદિરના પૂજારીઓને આ વાતની ખબર આપી સૌએ આવી મને ઘેરી લીધો. મેં સુલેહશાંતિથી તેમને કહ્યું કે “મે કંઈ પણ વાત અનાસ્થાથી નથી કરી. હું પોતે એ મૃતિ ઉપર ફિદા છું પરંતુ હું અજાણ્યો છું અને છાની વાતથી વાકેફ નથી તેથી તેના વિશેની હકીક્ત જાણવા કરવા માગું છું, જેથી કરીને સમજી બૂજીને એની પૂજા કરું.’ તેમને એ વાત પસંદ, પડી અને કહ્યું કે “આજની રાત તું મંદિરમાં રહે, તને ખરી વસ્તુસ્થિતિ માલુમ પડશે.” હું તમામ રાત ત્યાં જ રહ્યો. પરોઢિયે ત્યાંનાં રહેતાં પુરુષો અને સ્ત્રીઓ જમા થયાં. એ મૂર્તિએ પોતાના હાથ ઊંચા કર્યા, જેમકે કાઈ દુઆ માંગતું હોય. એ જોતાં વેંત સૌએ જયજયકારને પિકાર કર્યો. જ્યારે બધા ચાલ્યા ગયા ત્યારે બ્રાહ્મણે હસતાં હસતાં મને કહ્યું: ‘કેમ, હવે તે કોઈ જાતની શંકા રહી નથી ને ?' મેં બહારથી રોવાનો ડોળ કર્યો અને મારા સવાલ માટે મેં શરમિંદગી જાહેર કરી. સર્વ બ્રાહ્મણોએ મારા તરફ દયા દર્શાવી. અને મારે હાથ પકડીને તે મૂર્તિની સામે લઈ ગયા. મેં મતિના હાથ ઉપર ચુંબન કર્યું અને જાહેરમાં થોડાક દિવસ માટે હું બ્રાહ્મણ બન્યો. કેટલાક દિવસ પછી મારામાં વિશ્વાસ વધે. એક રાત્રે સર્વ જતા રહ્યા ત્યારે મેં મંદિરનો દરવાજો બંધ કર્યો અને મૂર્તિના તખ્ત નજીક જઈ નિરીક્ષણ કર્યું ત્યાં એક પડદો મારી નજરે પડશે. તેની પાછળ એક પૂજારી છુપાઈને બેઠો હતો તેના હાથમાં એક રસી હતી. એમ માલુમ પડ્યું કે તે એ રસીને ખેંચે છે ત્યારે સત્વર એ મૂર્તિના હાથ ઊંચા થાય છે. એને જ આમ જનતા ચમત્કાર સમજે છે. એ પૂજારીએ જ્યારે જોયું કે છાની વાત ઉઘાડી થઈ ગઈ ત્યારે તે શરમાઈને ત્યાંથી નાસી છૂટ. હું પણ તેની પછવાડે દેખ્યો અને તેને પકડી મરાવી નાખે એ ડરથી એને પકડી એક કૂવામાં નાખે; તે પછી હું ત્યાંથી એકદમ ભાગી નીકળ્યો.