________________
મુસલમાનોના હુમલા નીમોઝ સિસ્તાન) અને ખારઝમ (જે હાલમાં ખાવા નામે ઓળખાય છે)ના અમીરપદની સનદ સાથે અર્પણ કર્યો. મહમૂદ પહેલે જ રાજ્યકર્તા હતા કે જેના નામની સાથે “સુલતાન ” શબ્દનો ઉપયેગ કરવામાં આવ્યો હતો. તેની પહેલાં બધા અમીર કહેવાતા હતા.
રાજા ભીમદેવ અને અજમેર વગેરે જગ્યાના રાજાએ એક સાથે દઢ અને શાંતિથી મહમૂદના પાછા ફરવાની રાહ જોતા હતા, જેથી કરીને એક વખત ફરીથી કિસ્મત અજમાવી જુએ, પરંતુ મહમૂદને એ ઠીક લાગ્યું નહિ. મહમૂદની જ આમ પણ થોડી જ રહી ગઈ હતી, ને વળી હારી જાય તો લૂંટનો માલ હાથથી જતા રહે એ પણ તેને ડર હતો. આ લોકે એમને એમ રાહ જોતા જ રહ્યા અને મહમૂદ તો સિંધ પહોંચી ગયો. ભીમદેવને આ વાતની ખબર પડી ત્યારે એક ફેજ તૈયાર કરી, અણહીલવાડ પાસે તે પહોંચ્યા અને દેવશીલ પાસેથી રાજ્ય પાછું લઈ લીધું. ભીમદેવ ગુજરાતને કબજે પાછો હાંસિલ કરી તમામ બંદોબસ્તમાં મશગૂલ થયો. ત્યારે સોમનાથની પણ મરામત કરાવી અને અસલ જગ્યા ઉપર પથ્થરની મૂર્તિની પધરામણી કરી. બહુધા આ બનાવ ઈ. સ. ૧૦૨૮ (હિ. સ. ૪૧૮)નો છે. સિદ્ધરાજની મા મીનલદેવી એક વખત સોમનાથ તીર્થ કરવા જતી હતી ત્યારે લોકોને પાછાં આવતાં જોઈ તેમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે જાત્રાળુઓએ વેરાનું કારણ બતાવ્યું, ત્યારે તેની સિફારિશથી ૭૨ લાખનો વેરે માફ કરવામાં આવ્યો. ત્યાર પછી તે પણ સોમનાથની જાત્રા માટે ગઈ અને ખરેખર લાખે રૂપિયા નજરાણું રૂપે મદિરમાં મૂક્યા હશે. - ૧. તમામ ઈતિહાસકારે આ પ્રમાણે ખ્યાન કરે છે પરંતુ સિયલ મુતઅખરીનના રચનારે કેઈ આધારે લખ્યું છે કે પાછા ફરતાં રાજા વ્રજદેવે લડી ઝઘડીને તમામ લૂંટનો માલ પાછો મેળવ્યો અને ફેજ ખરાબ સ્થિતિમાં ગઝના પહોંચી. તારીખે સોરઠ નો રચનાર દીવાન રણછોડજી પણ આધાર સહિત એ જ પ્રમાણે લખે છે. તમામ ઇસ્લામી ઇતિહાસકારોએ તેની વિરુદ્ધ લખ્યું છે,