________________
મુસલમાનોને સંબંધ
[ ૨૬૭ કે “અમે સોમનાથના પૂજારી છીએ, અરે બ યાચક છીએ, હું જાણી જોઈને તમને એવી જગ્યાએ લાવ્યો છું કે જ્યાં તમે પાણી વગર મરી જશે.” એ સાંભળી તેને કતલ કરવાનો હુકમ કર્યો, અને મહમૂદે પોતે બેકાબૂ થઈ ખુદાની આગળ સિજદામાં માથું નમાવ્યું. અને મુક્તિની દુઆ સાફ દિલથી માગી. રાત્રિ ખતમ થવાનો સમય હતો તેથી પરેઢિયાની રોશનીથી ખરા રસ્તાનો પત્તો લાગ્યો હશે. પાણીની તલાશ કરવાનો હુકમ આપવામાં આવ્યો. ત્યારે દૂરથી કેટલાંક જળચર પક્ષીઓ નજરે પડયાં, આથી પાણી હશે એવી કલ્પના કરવામાં આવી; અને એ અટકળ સાચી પડી. તેઓ એક ઝરા પાસે પહોંચ્યા અને તમામ ફેજે પાણી પી તરસ મટાડી ખુદાનો આભાર માન્યો. એક બીજી એવી વાત છે કે મહમૂદ સોમનાથથી કચ્છના રણમાં પહોંચે ત્યારે તેને ભૂમિ હિંદુ હતો તે તેને દૂર પર્યત રણમાં લઈ ગયો. જયારે કોઈ વસ્તુનું નામ નિશાન ન મળ્યું ત્યારે તેને પૂછી જોયું. તેણે કહ્યું કે “અમને રાજાએ પુષ્કળ ઈનામ અને બક્ષિસ આપી ફક્ત આટલા જ માટે રવાના કર્યા છે કે જેથી તમને આ રણમાં લાવવામાં આવે, તે પ્રમાણે મેં એ ફરજ અદા કરી. હવે તમારામાંથી એકે આદમી જીવતો અને સલામત જઈ શકે નહિ, અને મારા વિશે તો જે તમો ચાહે તે કરવાનો તમને ઈન્ડયાર છે. તે જ સમયે કેટલાંક બતક ઊતાં નજરે પડ્યાં. તાશ્કરના માણસોએ તેની પછવાડે ઘોડા મારી મૂક્યા અને ચાલતાં ચાલતાં આખરે પાણીના એક કિનારા ઉપર પહોંચ્યા. ત્યાંથી એક ગામ, નજરે પડયું, ત્યાં એક આદમી મળ્યો તેને રસ્તો પૂછયો. તેણે કહ્યું કે હું તે જાણતો નથી, પરંતુ આ ગામમાં એક બુદ્દો રહે છે, તે કહી શકે છે. તેથી ઘોડા ઉપર સવાર કરીને તેને વૃદ્ધ પાસે લઈ ગયા. તેણે કહ્યું કે, એક વખતે એક માણસને મેં આ પાણી ઓળંગીને જતો જાયો હતો તે સિવાય ફરીથી મેં કેઈને જોયો નથી, તેથી મારામાં તાક્ત હેત