________________
મુસલમાનેને સંબંધ
[ ૨૬૫
કરી તેની સાથે લડાઈ કરી અને કામયાબી હાંસિલ કરી. રાજા દેવ શીલને ગિરફ્તાર કરી સુલતાન મહમૂદની આગળ લાવવામાં આવ્યો. ગુજરાતના રાજાએ અરજ કરી કહ્યું કે આ મુલકમાં શાહી ખાનદાનની ખૂનરેજી કરવાનો રિવાજ નથી, પરંતુ રાજગાદી નીચે એક ભયરામાં એવાને પૂરી દેવામાં આવે છે, જ્યાં પોતાના મતે તે મરી જાય છે. હાલમાં તો કોઈ ભોંયરું નથી તેથી આપ એને સાથે ગઝના લઈ જાઓ. હું ભોંયરું તૈયાર કરાવી રહીશ ત્યારે આપ તેને અહીં મોકલી આપજે. તેથી મહમૂદ તેને ગઝના પિતાની સાથે લઈ ગયો, ભોંયરું તૈયાર થયું ત્યારે એલચી ગયો અને દેવશીલને સાથે લઈ આવ્યો. “નહરવાલા” નજીક આવ્યો ત્યારે ગુજરાતને રાજા બાદશાહી ઠાઠ તથા ભપકા સાથે બહાર આવ્યો. સખ્ત ગરમી પડતી હોવાથી એક ઝાડ નીચે લાલ રૂમાલ મેં ઉપર નાખી તે સૂઈ ગયો. એક શિકારી જાનવરે તેને એક ગેસ્તને ટુકડો સમજી નહેર માર્યા તેથી તેની આંખને નુકસાન પહોંચ્યું. મુલ્કને દસ્તૂર એવો હતું કે આંધળા શમ્સ રાજા થઈ શકે નહિ. તે મુજબ પહેલો દેવશીલ જે ગઝનાથી કેદી તરીકે આવ્યો હતો તેને લેકેએ રાજા તરીકે નીમ્યો અને દેવશીલ સંન્યાસી આંધળે થઈ ગયો હતો તેને કેદ કરી રાજા દેવશીલ માટે બનાવેલા ભોંયરામાં જ પૂર્યો. આ કહાણુ સામાન્ય રીતે ફારસી તારીખે માં છે, અને બહુધા રેઝતુસ્સા પહેલી કિતાબ છે જેમાં એ આધાર આપ્યા વગર જ લખવામાં આવી છે. તેના રચનારે તે એક રિસાલામાં જોઈ હતી. કોઈ અરબી તેમ જ ગુજરાતી ઈતિહાસમાંથી એ વાત વિશે કાઈ અનુમોદન મળતું નથી. ગમે તેમ હોય પણ જે
૧. એ કંઈ અજબ વાત નથી. રજપુનાનામાં પણ એ દસ્તૂર હતે. હિંદના મોગલ પરશાહો જ્યારે કોઈ શાહી ખાનદાનના શખ્સને એકદમ મારવાનું ન ઇચ્છતા ત્યારે તેઓ તેને કોઈ મજબૂત કિલ્લામાં પૂરી અફીણનું તત્વ પિવડાવતા જેથી ધીમે ધીમે અધમૂઓ થઈ મરી જાય.