________________
૨૬૪]
ગુજરાતનો ઈતિહાસ ઉપર દોડી આવે એ પણ સંભવિત હતું. ટૂંકમાં સુલતાન મહમૂદ ગઝનવીએ રાજ્યના ઉમરાવોને નમાલા જઈ આ ડહાપણ ભરેલ ઇરાદો પડતે મૂકો અને ગઝના પાછા જવા વિશેની મસલત કરવા માંડી. પરંતુ આ જિતાયેલા પ્રદેશ (ગુજરાત)ને બંદોબસ્ત કેવી રીતે કરવો એ વિશેની મુશ્કેલી હતી. મંત્રણા કર્યા બાદ એ નક્કી કરવામાં આવ્યું કે એ જ મુલ્કના કોઈ લાયક શખ્સને હકૂમત સુપ્રત કરવામાં આવે, અને તે વાર્ષિક ખંડણી ભરતે રહે. લેકએ દેવશીલ રાજાનું નામ આગળ કર્યું, અને કહ્યું કે જે તેમને બોલાવવામાં આવે તો ખુશીથી હાજર થાય અને તે હાલમાં મુકના એક હિસ્સાને રાજ્યકત પણ છે.” પાદશાહ એ વાતને સંમત ન થયો ત્યારે બીજો શખ્સ દેવશીલ નામનો એક મંદિરમાં રહેતો હતો તેનું નામ પિશ કરવામાં આવ્યું. તે રાજકુટુંબને હતે. સુલતાન મહમૂદે તેને પસંદ કર્યો અને તેને બેલાવી ગુજરાતનો તાજ અર્પણ કરવામાં આવ્યો. ગુજરાતના રાજાએ કહ્યું કે મારા નામનો અન્ય દેવશીલ મારે દુશ્મન છે; [ ન હોય તો તેને રાજા ન બનાવવામાં આવ્યો તેથી થશે. તેથી આપના ગયા પછી તે મારી પાસેથી ફરીથી રાજ્ય છીનવી લેશે. અને અત્યારે મારી સલ્તનત એવી મજબૂત નથી કે તેનો સામનો કરી ફતેહ હાંસિલ થાય. વળી મહમૂદને પણ એ વાત યાદ હતી કે સોમનાથની લડાઈમાં પોતે ભીમદેવ સાથે લડવા માટે આવ્યો હતો; ભીમદેવને હરાવી તેને ગુજરાતની બહાર કાઢી મૂક્યો હતો. હવે દેવશીલ વારો હતે. ટૂંકમાં મહમૂદે એક ફોજ રવાના
૧. ઈસ્લામી તારીખમાં દાબશલીમ નામ લખવામાં આવ્યું છે. પરંતુ ખરેખરી રીતે તે એ શબ્દ દેવશીલ છે. અને દક્ષિણી ભાષાના નિયમ પ્રમાણે આખરને મુ “કારક” વિભક્તિ માટે ઉમેરાય છે તેથી એ શબ્દ
દેવશીતમ” થયે. અને અરબી ભાષામાં તે દાબશલીમ થયું. એ નામ નથી પરંતુ ખિતાબ છે. તેનો અર્થ “જ્ઞાની રજા” થાય છે, અરબી ક્તિાબામાં રાજા દાબશલીમ સાથે બાંદપા હકીમનું નામ પણ આવે છે. એ રાષ્ફ અસલ “વેદપાળ” બ્રાહ્મણમાથી છે.