________________
૨૬૨ |
ગુજરાતને ઈતિહાસ તરફ જે પ્રયાણ કર્યું અને પૂંઠ પકડી તેના શિર ઉપર આવી ઊભે રહ્યો. પરંતુ તેની ચારે તરફ પાણી દેખી અટકી ગયો અને ડૂબકી મારનારાઓ પાસેથી છીછરા પાણી વાળી જગ્યા જાણી લીધી. ડૂબકી મારનારાઓએ કહ્યું કે જે સમુદ્રમાં ભરતી શરૂ થાય તે અલબત્ત મહાન ભય છે. સુલતાને બિસિમલ્લાહ કરી (ખુદાનું નામ લઈ) ઘોડા ઉપર સમુદ્રમાં ઝંપલાવ્યું. ત્યારપછી ફોજે પણ તેમજ કર્યું. થોડા જ સમયમાં ટાપુ મહમૂદની ફેન થી ઘેરાઈ ગયો. લશ્કર સમશેરના જેરથી કિલ્લામાં પહોંચ્યું અને કિલ્લાની હરેક ચીજ વિજેતાના આસરા ઉપર આધાર રાખતી જણાઈ. પરંતુ મહમૂદ ગઝનવીના હાથમાં મકસદનું મતી હાથ આવ્યું નહિ; અર્થાત ગુજરાતનો સમ્રાટ ભીમદેવ જહાઝમાં બેસી પહેલેથી જ નાસી છૂટયો હતો. સુલતાન મહમૂદ ગઝનવી પિતાની ફેજ સાથે ત્યાંથી પાછો ફર્યો. ઈસ્લામી તારીખોમાંથી જાણવામાં નથી આવતું કે સોલંકી ખાનદાનનો રાજા ભીમદેવ ત્યાંથી નાસી કયાં ગયો. ફરિ. તાના એક વાક્ય ઉપરથી એ અનુમાન થઈ શકે છે કે તે આબુ અને અજમેર તરફ ચાલ્યો ગયે જ્યાં તે ફોજી તૈયારીમાં મશગૂલ રહ્યો. સુલતાન મહમૂદ ગઝનવી તે બેટમાંથી પાછો આવી સીધો “નહરવાલા” ગયો અને કેટલોક વખત ત્યાં રહ્યો. એક દિવસ શિકાર કરવા ગયો ત્યારે જોયું કે એક કૂતરાએ સસલા ઉપર હુમલો કર્યો ત્યારે તેણે પણ સામે હુમલો કર્યો. સુલતાન અતિ હેરતમંદ થઈ બોલ્યો કે આ આબોહવાની અસર છે. અને વરસાદની મોસમ
૧. ઝરૂલવાલા ભા. ૧, પૃ. ૪ લંડન. આવી સુંદર વાતો વિશે શેખ સાદીએ નીચે પ્રમાણેને ફેંસલો આપે છે: “બિલાડી કુતરાથી ભાગે છે પરંતુ જ્યારે તેના જન ઉપર આવી પડે છે ત્યારે તે ૫ણુ હુમલો કરે છે. આ જ પરિસ્થિતિ સસલા વિશેની છે, એટલું જ નહિ પણ હરેક કમર માણસ વિશેની છે. એને અને સુંદર હવાને કંઈ પણ સંબંધ નથી. પરંતુ એને સંબંધ કુદરત ઉપર આધાર રાખે છે.”