________________
મુસલમાનોના હુમલા
[ ૨૬૧ તવારીખના આધારે તારીખે ફરિસ્તામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સોમનાથની આજુબાજુમાં એક બીજું મંદિર હતું, જ્યાં અધર મૂર્તિ હતી. તે જોઈ સુલતાન હેરતમંદ થઈ ગયો; પરંતુ તે જમાનાના વિદ્વાનને પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે આસપાસની દીવાલો લોહચુંબકની છે અને એ મૂર્તિ લોઢાની છે, તેથી કુદરતી ખેંચાણને. લઇને જમીન અને છતની વચ્ચે લટકી રહી છે. સુલતાને એક દીવાલ તોડી પાડવાનો હુકમ કર્યો. તેને અમલ કરતાં વેંત મૂર્તિ ઊંધી વળી ગઈ. મહમૂદ ગઝનવી સોમનાથના મામલાને ફેંસલે કરી તથા લૂંટને માલ લઈ ભીમદેવને મુકાબલે કરવાને ત્યાંથી ઊપડયો. ભીમદેવ તો મહાન જંગી તૈયારીમાં મશગૂલ થયેલ હતો. સુલતાનના આ આગમનની ખબર પડતાં વેંત ગભરાઈને ત્યાંથી તે નાઠો અને કંથકોટ (કચ્છના) કિલ્લામાં જઈ આશ્રય લીધો. મહમૂદે પણ તે
૧. ડોકટર લીબાને તેના પુસ્તક (હિંદની સંસ્કૃતિ)માં લૂંટના કુલ માલને અંદાજ ૧૫ કરોડ જેટલો આપે છે.
૨. ઇતિહાસકારોને આશ્ચર્ય થાય છે કે એ જગ્યા ક્યાં છે. ફરિતાએ “નંદહા” લખ્યું છે અને સેમનાથથી તેનું અંતર ૪૦ કોસ આપ્યું છે. મિરાતે અહમદીમાં નામ આપ્યું નથી, પરંતુ અંતર ૪૫ કેસ લખ્યું છે. ઘણા ખરા લોકો એ સ્થળ “ગંધાર” માને છે જે ભરૂચ પાસે હતું. કર્નલ બ્રીસ “ગણદેવી”ને પત્તો આપે છે, જે સુરતથી ૨૫ માઈલ ઉપર છે. ડોકટર ખૂલર કચ્છમાં આવેલા કંથકોટને હવાલે આપે છે. ગાંધદી જે સૌરાષ્ટ્રના કિનારા ઉપર આવેલું છે તે તરફ પણ કેટલાકે ઇશારે કર્યો છે. એલિફન્સ્ટને લખ્યું છે કે અસલ “ગન્દાબા” છે. પરંતુ તે કયાં આવેલું છે તે લખવામાં આવ્યું નથી. મારે પોતાનો અભિપ્રાય એવો છે કે કચ્છમાં આવેલું કંથકોટ જ ખરી જગ્યા છે અને એ જ ગુજરાતમાં વધુ પ્રમાણમાં મશહૂર છે. જેમ તબકાતે અકબરી પૃ. ૨૨૧ માં છે કે “પાણીમાંથી પસાર થઈ કચ્છ તરફથી કંત ( કંથ ) બાજૂએ ગ.” આ ઉપરથી એમ માલૂમ પડે છે કે કંત (કંથકેટ) જગ્યા રણ વટાવી કચ્છ તરફ છે જે મજબૂત અને મુશ્કેલી ભર્યું સ્થળ છે. ફરૂખી શારે એથી પણ વધારે તફસીલથી અને સાફ રીતે લખ્યું છે.